Budget 2024: ટેક્સપેયર્સને આપી શકે છે રાહત, 7 લાખ રૂપિયાથી વધીને 8 લાખ રૂપિયા કરી શકાય ટેક્સ છૂટની લિમિટ | Moneycontrol Gujarati
Get App

Budget 2024: ટેક્સપેયર્સને આપી શકે છે રાહત, 7 લાખ રૂપિયાથી વધીને 8 લાખ રૂપિયા કરી શકાય ટેક્સ છૂટની લિમિટ

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીથી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે.

અપડેટેડ 02:04:47 PM Jan 30, 2024 પર
Story continues below Advertisement

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. નિષ્ણાતો વચગાળાના બજેટમાં ઈનકમ ટેક્સ એગ્જેમ્પશન લિમિટમાં વધારો, મહિલા સાહસિકોને ટેકો, લૉન્ગ ટર્મ ટેક્સેશન પોલિસી અને કંઝમ્પશન અને બચતને વધારો આપવાની આશા છે.

7 લાખતી વધીને 8 લાખ કરી શકે છે ટેક્સ છૂટ લિમિટ

ઑલ ઈન્ડિયા ફેડરેશન ઑફ ટેક્સ પ્રેક્ટિશનર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણ જૈને જણાવ્યું હતું કે, આ વચગાળાનું બજેટ હશે, પરંતુ તેમાં ફુલ-બજેટના માટે અમુક સંકેત હોય શકે છે. સેક્શન 87Aના હેઠળ ઈન્ડિવિઝુઅલ ટેક્સપેયર્સને અમુક રાહત આપી શકે છે. તેના હેઠળ કુલ ટેક્સ છૂટ મર્યાદાને 7 લાખથી વધીને 8 લાખ રૂપિયા કરી શકે છે.


MSME પર લાગે છે વધુ ટેક્સ

ભારત ચેમ્બર ઑફ કૉમર્સના પ્રેસિડેન્ટ એન જી ખેતાને જણાવ્યું હતું કે નાની અને મધ્યમ કંપનીઓને સમાન અવસર આપવા માટે કંપનીઓ, સાઝેદારીયો અને લિમિટ લાઈબલિટી પાટનરશિપ (LLP)ની વચ્ચે લૉન્ગ-ટર્મ ટેક્સેશન પૉલિસી અને ટેક્સેશનમાં સમાનતાની જરૂરત છે. તેમણે કહ્યું છે કે એમએસએમઈ પર વધુ ટેક્સ લાદવામાં આવે છે જ્યારે દેશની જીડીપી (GDP) અને રોજગાર ઊભી કરવામાં તેમનો મોટો ફાળો છે.

શરૂ કરી શકે ‘સિંગલ હાઇબ્રિડ સ્કીમ’

બંગાળ ચેમ્બર ઓફ કોમર્સની ફિસ્કલ અફેર્સ એન્ડ ટેક્સેશન કમિટીના ચેરપર્સન વિવેક જાલાને આશા વ્યક્ત કરી કે પર્સનલ ઇનકમ ટેક્સેશન માટે કેટલીક કપાતનો સમાવેશ કરતા એક "સિંગલ હાઇબ્રિડ સ્કીમ" શરૂ કરી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2024 2:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.