Budget 2024: ઘરેલું કામદારો માટે સામાજિક સુરક્ષાના પગલાંની થઈ શકે છે જાહેરાત | Moneycontrol Gujarati
Get App

Budget 2024: ઘરેલું કામદારો માટે સામાજિક સુરક્ષાના પગલાંની થઈ શકે છે જાહેરાત

Budget 2024: ઘરેલું કામદારો માટે મિનિમમ મજૂરી, પેન્શન, મેડિલક ઈન્શ્યોરેન્સ, મેટરેનિટી બેનફિટ અને પ્રોડિવેન્ડ ફંડ જેવી સુવિધાઓ શરૂ કરી શકે છે. હાલમાં, ઘરેલું કામદારો માટે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ નથી.

અપડેટેડ 01:35:24 PM Jan 13, 2024 પર
Story continues below Advertisement

Budget 2024: અંતરિમ બજેટમાં સરકારનું ફોકસ સામાજિક સુરક્ષા પર થઈ શકે છે. સરકાર ખાસકરીને આર્થિક રૂપથી નબળા વર્ગના લોકો માટે સામાજિક સુરક્ષા વધારવા માંગે છે. એપ્રિલ-મે માં લોકસભા ચૂંટણીને જોતા તેના માટે બજેટમાં જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરોડો ઘરેલું કામદારો માટે સામાજિક સુરક્ષા વધારવા માટેના ઉપયો પર સરકાર વિચાર કરી રહી છે. નાણામંત્રી Nirmala Sitharaman 01 ફેબ્રુઆરીએ અંતરિમ બજેટ રજૂ કરશે. પૂર્ણ બજેટ જુલાઈમાં રજૂ થવાની આશા છે. સરકારે 2019 ના અંતરિમ બજેટમાં મોટી જાહેરાત કરી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 01 ફેબ્રુઆરીએ અંતરિમ બજેટ રજૂ કર્યું હતું.

મિનિમમ મજૂરી, પેન્શન, મેડિલક ઈન્શ્યોરેન્સનો ઉપાય થઈ શકે છે

મીડિયા રિપોર્ટ અનુસાર, ઘરેલું કામદારો માટે મિનિમમ મજૂરી, પેન્શન, મેડિલક ઈન્શ્યોરેન્સ, મેટરેનિટી બેનફિટ અને પ્રોડિવેન્ડ ફંડ જેવી સુવિધાઓ શરૂ કરી શકે છે. હાલમાં, ઘરેલું કામદારો માટે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ નથી. એવી અપેક્ષા સંખ્યાની જાણકારી મળ્યા બાદ કોઈ પણ રીતે સામાજિક સુરક્ષા યોજના પર નિર્ણય થવાની આશા છે. સોશલ સિક્યોરિટીઝ કોડ 2020માં ડોમેસ્ટિક સ્ટાફને "વેઝ વર્કર્સ"ના કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. આ કોડને લાગૂ થયા બાદ તેમણે વેજથી સંબંધિત બેનિફિટ આપવાની જરૂરી થઈ જશે.


2019-20 માં તૈયાર લેબર કોડનો હિસ્સો છે સોશલ સિક્યોરિટી કોડ

દેશમાં ઘરેલું કામદારોની સંખ્યા ઘણી વધારે છે. પંરતુ, તેમનું કોઈ ઑફિશિયલ રિકૉર્ડ નથી. તેનું કારણ આ છે કે પરિવાર ગ્રામીણ વિસ્તારથી રજગારની શોધમાં આવે છે. રોજગાર સમાપ્ત થવા પર ફરિ ગામ આવે છે. આ કારણથી આવા લોકોને યોગ્ય સંખ્યાની જાણકારી લેવી મુશ્કિલ હોય છે. સરકારે 2019-20માં લેબર કોડ તૈયાર કર્યો હતો. કુલ ચાર લેબર કોડ છે, જેમાંથી સોશલ સિક્યોરિટી કોડ એક છે. હવે તમામ રાજ્યોએ લેબર કોડ્સને ધ્યાનમાં રાખીને નિયમ નથી બનાવ્યા. કેન્દ્ર સરકાર બધા રાજ્યોમાં લેબર કોડ લાગૂ કરવા માંગે છે.

શ્રમ પોર્ટલ પર 29 લાખ રજિસ્ટ્ર્ડ વર્કર્સ

મિનિસ્ટ્રી ઑફ લેબર એન્ડ કર્મચારીના હેઠળ આવવા વાળા લેબર વ્યૂરોએ દેશભરમાં ઘરેલું કામદારો પર વ્યાપક સ્ટડી કરી છે. સરકાર આ સ્ટડી પર વિચાર કરી રહી છે. તેના બાદ પ્રસ્તાવિત સોશલ સિક્યોરિટી બેનિફિટની રૂપરેખા નક્કી થશે. સરકારે શ્રમ પોર્ટલ બનાવ્યા છે. આ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે એક વ્યાપક ડેટાબેસ છે. આ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના 29 લાખથી વધું કામદારો રજિસ્ટર્ડ છે. એક અનુમાનના અનુસાર દેશમાં ઘરેલું કામદારની સંખ્યા 42 લાખ છે. પરંતુ, એક્સપર્ટનું કહેવું છે કે અસલ સંખ્યા તેનાથી વધારે હોય શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 13, 2024 1:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.