Budget 2024: પેપરલેસ બજેટ શું છે, તેની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? | Moneycontrol Gujarati
Get App

Budget 2024: પેપરલેસ બજેટ શું છે, તેની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ?

Paperless budget 2024: બજેટ દ્વારા સરકાર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને સામાન્ય લોકોને મહત્તમ રાહત આપવાનો પ્રયાસ કરે છે. અગાઉની સરખામણીએ બજેટ રજૂ કરવાની પદ્ધતિમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

અપડેટેડ 12:20:55 PM Jan 18, 2024 પર
Story continues below Advertisement
Paperless budget 2024: બજેટ સંસદસભ્યોની સાથે તમામ સામાન્ય લોકો માટે સરળતાથી પહોંચી શકે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 'યુનિયન બજેટ મોબાઈલ એપ' ચલાવવામાં આવે છે.

Paperless budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણના દ્વારા 1 ફેબ્રુઆરી, 2024 ના વચગાળાનું બજેટ રજુ કરવામાં આવશે. બજેટ દ્વારા સરકાર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને સામાન્ય લોકોને મહત્તમ રાહત આપવાનો પ્રયાસ કરે છે. અગાઉની સરખામણીએ બજેટ રજૂ કરવાની પદ્ધતિમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે આપણે જાણીશું કે પેપરલેસ બજેટ ક્યારે અને શા માટે રજૂ કરવામાં આવ્યું?

Budget 2024: દેશનું પહેલુ પેપરલેસ બજેટ

કોરોના વાયરસના સંક્રમણના સમયે બજેટ રજૂ કરવું એ સરકાર માટે એક પડકાર હતો, જેના કારણે સરકારે પેપરલેસ બજેટ રજૂ કરવાનો રસ્તો પસંદ કર્યો. આ કારણોસર, કોરોના મહામારી દરમિયાન વર્ષ 2021 માં પહેલુ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી દેશમાં પેપરલેસ બજેટની પરંપરા શરૂ થઈ. હવે તેને નાણામંત્રીએ ટેબલેટ દ્વારા રજૂ કર્યું છે. ટેબલેટ દ્વારા જ નાણામંત્રી સંસદમાં બજેટના તમામ મહત્વના મુદ્દાઓ રજૂ કરે છે. નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2023નું બજેટ પણ પેપરલેસ હતું.


Budget 2024: પેપરલેસ બજેટ શું છે?

બજેટ સંસદસભ્યોની સાથે તમામ સામાન્ય લોકો માટે સરળતાથી પહોંચી શકે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 'યુનિયન બજેટ મોબાઈલ એપ' ચલાવવામાં આવે છે. બજેટ રજૂ થયાના થોડા સમય બાદ આ એપ પર ઉપલબ્ધ થાય છે. આના દ્વારા, તમે સરળતાથી તમામ બજેટ દસ્તાવેજો ડિજિટલી મેળવી શકો છો. કેન્દ્રીય બજેટ સાથે સંબંધિત 14 દસ્તાવેજો છે, જેમાં વાર્ષિક નાણાકીય નિવેદન (સામાન્ય બજેટ), ડિમાંડ ફૉર ગ્રાંટ (ડીજી) અને નાણાકીય બિલ વગેરેનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, આ એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસાવવામાં આવી છે. તે નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગ (DEA) દ્વારા ચલાવવામાં આવે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ બન્ને પર ઉપલબ્ધ છે.

Parliament Budget Session 2024: 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર, જાણો ક્યાં સુધી ચાલશે

MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2024 12:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.