Budget 2024: બજેટ પહેલા કેમ ઉજવાય છે 'Halwa Ceremony', જાણો શું છે તેનું મહત્વ
ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે અને તે પેક થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને 'Halwa Ceremony' કહેવામાં આવે છે.
સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા 'Halwa Ceremony' નું આયોજન કરવામાં આવે છે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે 'Halwa Ceremony' અને તેની પાછળનો ઇતિહાસ
Halwa Ceremony Before Budget: બજેટ 2024 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2024 ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2024-25 નું અંતરિમ બજેટ રજૂ કરશે. અંતરિમ બજેટને 'વોટ ઑન અકાઉંટ' પણ કહેવામાં આવે છે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા 'Halwa Ceremony' નું આયોજન કરવામાં આવે છે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે 'Halwa Ceremony' અને તેની પાછળનો ઇતિહાસ
શુભ કાર્ય શરૂ કરતી વખતે 'મોં મીઠુ કરવાની' પરંપરા
ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે અને તે પેક થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને 'Halwa Ceremony' કહેવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીયે તો જેવી રીતે શુભ કાર્ય શરૂ કરવામાં આવે ત્યારે મીઠાઈ વહેંચવામાં આવે છે, તેવી જ રીતે બજેટ રજૂ કરતા પહેલા 'Halwa Ceremony' કરીને મોં મીઠુ કરવામાં આવે છે. આ સેરેમની માટે એક મોટી કઢાઇમાં હલવો તૈયાર કરવામાં આવે છે. જો કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે 'હલવા સેરેમની' નું આયોજન થઈ શક્યું ન હતું. અલબત્ત, આ ‘હલવા સેરેમની’ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આ પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે.
'Halwa Ceremony' માં કોણ-કોણ આવે છે?
બજેટ પહેલા દર વર્ષે યોજાતી ‘હલવા સેમેરની’નું આયોજન નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જેમાં દેશના નાણામંત્રી ઉપરાંત નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહે છે. નોર્થ બ્લોકમાં આ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરંપરા ખૂબ જ સારી રીતે યોજવામાં આવે છે.
ગોપનીયતાનું વિશેષ ધ્યાન રખાય છે
તમને જાણીને નવાઈ લાગશે કે આ ‘હલવા સેમેરની’ બાદ બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં રહે છે અને લગભગ 10 દિવસ બાદ તેઓ બહાર આવે છે. આ દરમિયાન તેઓ તેમના પરિવાર સહિત સમગ્ર વિશ્વથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે, સંસદમાં નાણા મંત્રાલયના ભાષણ પહેલા બજેટ સાથે જોડાયેલી માહિતી લીક ન થાય.