Gujarat Legislative Assembly: 15મી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર મળશે1લી ફેબ્રુઆરીએ | Moneycontrol Gujarati
Get App

Gujarat Legislative Assembly: 15મી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર મળશે1લી ફેબ્રુઆરીએ

Gujarat Legislative Assembly: 2જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે, પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે.

અપડેટેડ 05:26:33 PM Dec 28, 2023 પર
Story continues below Advertisement
Gujarat Legislative Assembly: આ બજેટ સત્રમાં તા.2જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે.

Gujarat Legislative Assembly: આ બજેટ સત્રમાં તા.2જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. પ્રવકતા મંત્રી એ ઉમેર્યું કે,આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ 1લી ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

તેમણે કહ્યું કે, વર્ષ2024-2૫નું બજેટ તા.2જી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટસત્રમાં 2૬ બેઠકોમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 24 દિવસ રહેશે.

આ પણ વાંચો - COVID-19 JN.1 new variant: કોરોનાના JN.1 વેરિયન્ટ થી ચિંતા કરવાની જરૂર નથી,સતર્કતા જરૂરથી રાખીએ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ


MoneyControl News

MoneyControl News

First Published: Dec 28, 2023 1:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.