Gujarat Budget: વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ | Moneycontrol Gujarati
Get App

Gujarat Budget: વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ

ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે બીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભાનાં બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે.

અપડેટેડ 02:24:49 PM Feb 02, 2024 પર
Story continues below Advertisement
ગુજરાત વિધાનસભા બજેટ live

Gujarat Budget: ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat Budget) સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરશે. અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટનું કદ રહેશે. નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે.

ગુજરાત બજેટ અંગે ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંદાજપત્ર સત્રના બીજા દિવસે શુક્રવારે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કરનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતનો આગામી પચ્ચીસ વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ પહેલા તેમણે જણાવ્યુ હતુ કે, “પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને પ્રાધાન્ય આપીને જોગવાઇઓ કરવામાં આવી છે. ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇવાળું બજેટ હશે.”


વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ - ગુજરાત વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત -  ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે. સગર્ભા, ધાત્રી મહિલા માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી. નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ કરી. પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ કરી. શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી કરી. સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય કરી.

ગુજરાત માટે સરકારના નવા સંકલ્પ સાથેનો નવો નારો - 5G ગુજરાત બનાવવાનો સરકારનો નારો છે. ગુણવંતુ, ગરવુ, ગ્લોબલ, ગતિશિલ, ગ્રીન ગુજરાતનો સંકલ્પ છે. રાજ્યના મોટાભાગના નાગરિકો 20થી 60 વર્ષના છે. રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. ખેડૂતોનું સન્માન કરી કૃષિ ઉત્પાદન વધારવાનો સંકલ્પ છે. નારીના સન્માન સાથે આધુનિક સમાજનું નિર્માણ છે. નારી શક્તિને અમારી સરકારમાં વિશેષ પ્રાધાન્ય છે. સાત કરોડ ગુજરાતીઓનું વિકસિત ગુજરાતનું સપનું સાકાર થશે.

ગ્રામ વિકાસ માટેની જોગવાઈ

મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ.

સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે 751 કરોડની જોગવાઇ.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી 30 લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે 262 કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 2.0 હેઠળ 255 કરોડની જોગવાઇ.

આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા 164 કરોડની જોગવાઇ.

મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઇ.

ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા 42 કરોડની જોગવાઇ.

ઉદ્યોગોને અપાતા વેન્‍ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે જે માટે આગામી 5 વર્ષમાં 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.

સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે 5 કરોડની જોગવાઇ.

પંચાયત માટેની જોગવાઇ

15માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે 2600 કરોડ ઉપરાંતની જોગવાઈ.

ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે 974 કરોડની જોગવાઈ.

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે 300 કરોડની જોગવાઈ.

આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા

10 કરોડની જોગવાઇ.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઇ

ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને “સશક્ત અને આત્મનિર્ભર” બનાવી લખપતિ બનાવવા સરકાર કાર્ય કરશે.

ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા તેમજ સુઘડતા સુનિશ્ચિત કરવા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત યોજનાકીય કામો સાથે જન-ભાગીદારી થકી લાંબાગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને યોજનાઓના અમલમાં ગતિ અને ગુણવત્તા લાવવા પંચાયતી રાજની સંસ્થાઓમાં 2000 નવી તાંત્રિક અને બિન તાંત્રિક જગ્યાઓ ઉભી કરી સમગ્ર વહીવટી માળખાને સુદ્રઢ કરવામાં આવશે.

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹122 કરોડની જોગવાઈ

યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઉભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના.

સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન.

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે ₹116 કરોડની જોગવાઈ

3000 ગ્રંથાલયોને 120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્‍સ મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન.

દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹113 કરોડની જોગવાઇ

વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન.

રમતગમત ક્ષેત્રે 376 કરોડની જોગવાઇ

ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન.

શક્તિદૂત 2.0 યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન.

પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2,711 કરોડની જોગવાઇ

પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-2024થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.

FSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ.

નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ.

“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ.

NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ.

શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ.

નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે 25 કરોડની જોગવાઇ.

આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦ થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે ૨૬ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ 134 કરોડની જોગવાઈ.

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 35 કરોડની જોગવાઇ.

આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ.

માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા 17 કરોડની જોગવાઈ.

આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્‍સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે 13 કરોડની જોગવાઇ.

સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 13 કરોડની જોગવાઇ.

આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્‍ક લોન પર સહાય આપવા માટે ૬ કરોડની જોગવાઇ.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રુપિયા 22, 194 કરોડની જોગવાઈ

જળસંપતિ પ્રભાગ માટે કુલ રુપિયા 11, 535 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા વિભાગ માટે કુલ રુપિયા 6242 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂપિયા 2421 કરોડની જોગવાઈ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 22, 194 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 10, 378 કરોડની જોગવાઈ

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂપિયા 9228 કરોડની જોગવાઈ

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા 2586 કરોડની જોગવાઈ

કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા 1163 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગ માટે કુલ રૂ. 10, 378 કરોડની જોગવાઈ

કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2559 કરોડની જોગવાઈ

મહેસુલ વિભાગ માટે કુલ રૂપિયા 5195 કરોડની જોગવાઈ

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂપિયા 2239 કરોડની જોગવાઈ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂપિયા 384 કરોડની જોગવાઈ

પોલીસ, ફાયર માટે 112 નંબર

પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે

બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ

અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે

અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

ST વિભાગ 2500 નવી બસો ખરીદશે

નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ

પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો

ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન

કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ

સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે

કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ

ST વિભાગ 2500 નવી બસો ખરીદશે

નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ

ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ

ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ

એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ

ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા 161 કરોડની જોગવાઈ

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે 199 કરોડની જોગવાઈ

ગૌમાતા પોષણ યોજના હેઠળ 425 કરોડની જોગવાઈ

પશુ દવાખાના અને એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે 110 કરોડની જોગવાઈ

પશુધન વિમા પ્રમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ

ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ

ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ

એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ

ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત

ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

PM JAY યોજના અંતર્ગત 3100 કરોડની જોગવાઈ

વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતિ યોજનાની જાહેરાત

નમો સરસ્વતિ યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ

નર્મલ ગુજરાત યોજના હેઠળ 2500 કરોડની જોગવાઈ

આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત

આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત

નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગમાટે 20,100 કરોડની જાહેરાત

બે હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સ અમલમાં લવાશે

આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવાશે

નવસારી, ગાંધીધામ,મોરબી, વાપીને બનાવાશે મહાનગર પાલિકા

આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને બનાવાશે મહાનગરપાલિકા

નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત કરાઇ હતી.

નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી

સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય

આદિવાસી વિકાસ વિભાગ માટે 4374 કરોડની જોગવાઈ

આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના

કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ માટે 6885 કરોડની જોગવાઈ

ગુજરાત માટે સરકારના નવા સંકલ્પ સાથેનો નવો નારો

5G ગુજરાત બનાવવાનો સરકારનો નારો છે. ગુણવંતુ, ગરવુ, ગ્લોબલ, ગતિશિલ, ગ્રીન ગુજરાતનો સંકલ્પ છે. રાજ્યના મોટાભાગના નાગરિકો 20થી 60 વર્ષના છે. રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. ખેડૂતોનું સન્માન કરી કૃષિ ઉત્પાદન વધારવાનો સંકલ્પ છે. નારીના સન્માન સાથે આધુનિક સમાજનું નિર્માણ છે. નારી શક્તિને અમારી સરકારમાં વિશેષ પ્રાધાન્ય છે. સાત કરોડ ગુજરાતીઓનું વિકસિત ગુજરાતનું સપનું સાકાર થશે.

નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ

સગર્ભા, ધાત્રી મહિલા માટે નમોશ્રી યોજનાની જાહેરાત

નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ

પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી

સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય

ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું બજેટ

10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઇ હતી.

નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અધિકારી વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ

ધોરણ 9,10ની વિદ્યાર્થિનીઓને 10 હજારની વાર્ષિક જોગવાઈ

ધોરણ 11,12ની વિદ્યાર્થિનીઓને 15 હજારની વાર્ષિક જોગવાઈ

આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત કરાઇ હતી.

નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી

સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય

આદિવાસી વિકાસ વિભાગ માટે 4374 કરોડની જોગવાઈ

આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના

કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ માટે 6885 કરોડની જોગવાઈ

 

MoneyControl News

MoneyControl News

First Published: Feb 02, 2024 11:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.