Interim Budget 2024: યુવા, ગરીબ, મહીલા, ખેડૂત પર ફોક્સ, બજેટમાં ભવિષ્યના નિર્માણની ગેરેન્ટી-PM | Moneycontrol Gujarati
Get App

Interim Budget 2024: યુવા, ગરીબ, મહીલા, ખેડૂત પર ફોક્સ, બજેટમાં ભવિષ્યના નિર્માણની ગેરેન્ટી-PM

Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વચગાળાના બજેટમાં વિકસિત ભારતની ઝલક જોવા મળી છે. યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વચગાળાના બજેટમાં ભવિષ્ય માટે સંપૂર્ણ ગેરંટી છે.

અપડેટેડ 02:25:32 PM Feb 01, 2024 પર
Story continues below Advertisement
Interim Budget 2024: બજેટ રજુ કરવા માટે પીએમ મોદીએ નાણામંત્રીને અભિનંદન આપ્યા બજેટમાં સ્ટાર્ટઅપ્સને મળવા વાળી છૂટની પણ જાહેરાત કરવામાં આવી છે.

Interim Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં વચગાળાનું બજેટ (Interim Budget 2024) રજુ કર્યુ. તેમણે કહ્યુ કે સરકારનો ફોક્સ યુવા, કિસાન, મહિલા અને ગરીબો પર છે. આ ચારેય પ્રાથમિકતામાં સૌથી ઊપર છે. લોકસભા ચૂંટણીથી પહેલાઆ વચગાળાનું બજેટ હતુ. ત્યાર બાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદનને સંબોધિત કર્યા. તેમણે નાણા મંત્રીની તરફથી રજુ કરવામાં આવેલા બજેટના પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે આ બજેટ ભવિષ્યની નિર્માણની ગેરન્ટી છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે. તેમણે કહ્યુ કે આજે આ બજેટ વચગાળાનું બજેટ તો છે જ પરંતુ આ સમાવેશી અને ઈનોવેટિવ પણ છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભ-યુવા, ગરીબ, મહીલા, ખેડૂત બધાને મજબૂત કરશે.

બજેટથી યુવાઓ, મહિલા અને ખેડૂતોને મળશે મજબૂતી


પીએમ મોદીએ કહ્યુ કે આ બજેટમાં યુવાઓ પર ફોક્સ કરવામાં આવ્યો છે. શાનદાર બજેટ રજુ કરવા માટે પીએમ મોદીએ નાણામંત્રીને અભિનંદન આપ્યા બજેટમાં સ્ટાર્ટઅપ્સને મળવા વાળી છૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યુ કે રિસર્ચ અને ઈનોવેશન પર 1 લાખ કરોડના ફંડ બનાવાની ઘોષણા કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટઅપને મળવા વાળા ટેક્સ છૂટના વિસ્તારને પણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે ગરીબો માટે અમે ગામડાઓ અને શેહરોમાં 4 કરોડથી વધારે ઘર બનાવ્યા છે. હવે અમે 2 કરોડ અને નવા ઘર બનાવાનું લક્ષ્ય રાખ્યુ છે. અમે 2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાનું લક્ષ્ય રાખ્યુ હતુ. હવે આ લક્ષ્યને વધારીને 3 કરોડ કરી દેવામાં આવ્યુ છે.

ખેડૂતોની વધશે આવક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર કહ્યુ કે આજે (1 ફેબ્રુઆરી 2024) આ બજેટમાં ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. NANO DAP નો ઉપયોગ, પશુઓ માટે નવી યોજનાઓ, PM મત્સ્ય સંપદા યોજનાના વિસ્તાર અને આત્મનિર્ભર ઑયલ સીડ અભિયાનથી ખેડૂતોની આવક વધશે અને ખર્ચ ઓછો થશે.

Interim Budget 2024: બજેટની ઘોષણાઓ બાદ PSU સ્ટૉક્સમાં જોવા મળી હલચલ, રોકાણકારોનો PSU સ્ટૉક્સમા વધ્યો ભરોસો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2024 2:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.