Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારનું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું કે બજેટમાં ચાર જાતિઓના વિકાસ પર મેક્સિમમ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ચાર જાતિઓ અન્ય કોઈ નહીં પણ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો છે. જાણી લો કે થોડા દિવસો પહેલા ખુદ પીએમ મોદીએ આ ચાર સૌથી મોટી જાતિઓ વિશે જણાવ્યું હતું. અને કહ્યું હતું કે તેમનું ધ્યાન આ ચાર જ્ઞાતિઓ પર છે.