Interim Budget 2024: થઈ ગઈ હલવા સેરેમની, વચગાળાના બજેટની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી, મંત્રાલયમાં 'લોક' થયા અધિકારી | Moneycontrol Gujarati
Get App

Interim Budget 2024: થઈ ગઈ હલવા સેરેમની, વચગાળાના બજેટની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી, મંત્રાલયમાં 'લોક' થયા અધિકારી

Interim Budget 2024: 'હલવા સેરેમની' થી જ બજેટનું છાપકામ સત્તાવાર રીતે શરૂ થાય છે. બજેટ બનાવતા અધિકારીઓના 'લોક-ઈન' પિરિયડની પણ આ શરૂઆત છે. નાણા મંત્રાલયમાં 'હલવા સમારોહ' પછી સુરક્ષામાં વધારો કરવામાં આવે છે અને અધિકારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણાં મંત્રાલયમાં જ રહે છે.

અપડેટેડ 11:41:35 AM Jan 25, 2024 પર
Story continues below Advertisement
Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે, આ તેમનું પ્રથમ વચગાળાનું બજેટ હશે. બજેટ પહેલા 24 જાન્યુઆરીએ નાણા મંત્રાલયની ઓફિસ (નોર્થ બ્લોક) ખાતે 'હલવા સેરેમની' યોજાઈ હતી.

Interim Budget 2024: બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીનું વર્ષ હોવાને કારણે, આ વખતે સરકાર વચગાળાનું બજેટ (Interim Union Budget 2024) રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2024ના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે, આ તેમનું પ્રથમ વચગાળાનું બજેટ હશે. બજેટ પહેલા 24 જાન્યુઆરીએ નાણા મંત્રાલયની ઓફિસ (નોર્થ બ્લોક) ખાતે 'હલવા સેરેમની' યોજાઈ હતી.

'હલવા સેરેમની' દાયકાઓથી બજેટ સાથે જોડાયેલી પરંપરા રહી છે. આ પરંપરામાં બજેટ છપાય તે પહેલા નાણા મંત્રાલયમાં એક મોટી કડાઈમાં 'હલવો' બનાવવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે બજેટ તૈયાર કરી રહેલા અધિકારીઓને તેની સેવા આપી હતી. આ સમારોહમાં સીતારામનની સાથે નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ પણ હાજર હતા.

શું છે માન્યતા?


કહેવાય છે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા મોં મીઠુ કરવુ જોઈએ, આમ કરવાથી કામમાં કોઈ અડચણ આવતી નથી અને તે સમયસર પૂર્ણ થાય છે. બજેટ રજૂ કરતા પહેલા 'હલવા સેરેમની' આના સંદર્ભમાં જોવા મળે છે.

અધિકારીઓને લૉક-ઈન પીરિયડની શરૂઆત

'હલવા સેરેમની' થી જ બજેટનું છાપકામ સત્તાવાર રીતે શરૂ થાય છે. બજેટ બનાવતા અધિકારીઓના 'લોક-ઈન' પિરિયડની પણ આ શરૂઆત છે. નાણા મંત્રાલયમાં 'હલવા સમારોહ' પછી સુરક્ષામાં વધારો કરવામાં આવે છે અને અધિકારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણાં મંત્રાલયમાં જ રહે છે.

નૉર્થ બ્લૉકમાં કેમ લૉક થાય છે અધિકારી?

વાસ્તવમાં, બજેટની સુરક્ષા અને કોઈપણ પ્રકારની માહિતી લીક થવાથી રોકવા માટે, નાણા મંત્રાલયના અધિકારીઓ તેમજ કાયદા મંત્રાલય, CBDT, CBIC અને PIBના કેટલાક અધિકારીઓ લગભગ 10 દિવસ સુધી નોર્થ બ્લોકમાં 'ક્વોરેન્ટાઈન' રહે છે. આ સમયગાળા દરમિયાન આ અધિકારીઓ ન તો ઘરે જાય છે અને ન તો તેમના સંબંધીઓ અને પરિવાર સાથે સંપર્કમાં રહે છે.

Union Budget 2024: બજેટથી હેલ્થકેર સેક્ટરને આશા, નાના શહેરો પર વધી શકે છે સરકારનો ફોક્સ

 

MoneyControl News

MoneyControl News

First Published: Jan 25, 2024 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.