Interim Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ રજુ કર્યા બાદ Sensex વધશે કે ઘટશે?
Union Budget 2024: ગયા વર્ષ બજેટના દિવસે સ્ટૉક માર્કેટ પર અદાણી ગ્રુપની કંપનીઓ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટની વધારે અસર જોવા મળી હતી. બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડર્સે અદાણી ગ્રુપની કંપનીઓમાં શૉર્ટ પોઝિશન બનાવી હતી.
Interim Budget 2024: દર વર્ષના કેલેન્ડના શરૂઆતથી કેન્દ્રીય બજેટને લઈને ચર્ચા શરૂ થઈ જાય છે. સ્ટૉક માર્કેટ પર પણ બજેટમાં સંબાવિત જાહેરાતની અસર દેખાવું શરૂ થઈ જાય છે. કેન્દ્રીય બજેટને ઇકોનૉમી અને ફાઈનાન્સની દુનિયાની સૌથી મોટો ઈવેન્ટ માનવામાં આવે છે. તે ઈન્ડિયન ઈકોનૉમી અને ફાઈનાન્સ પર અસર કરે છે. ટ્રેડર્સ યૂનિયન બજેટમાં સંભાવિત જાહેરાતના આધાર પર એક મહિના પહેલાથી પૉઝિશન લેવા લાગે છે. પછી નાણામંત્રીના બજેટ ભાષણ બાદ સ્થિતિના બિસાબથી તેના ટ્રેડને લઈને નિર્ણય લેવામાં આવે છે. બજેટ રજૂ થવાના એક મહિના પહેલા અને એક મહિના બાદ સ્ટૉક માર્કેટ પર અસર જોવા મળે છે. નામામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વચગાળાનું બજેટ રહેશે.
બજેટથી પહેલા અને પછી નિફ્ટીમાં અપ્રકાશિત ઉતાર-ચઢાવ
યૂનિયન બજેટ રજૂ થયા બાદ અને પછી નિફ્ટીમાં અપ્રકાશિત ઉતાર-ચઢાવ જોવા મળે છે. ઘણી વખત બજેટ પહેલા માર્કેટનું ટ્રેન્ડ પલટી જાય છે, જેથી ટ્રેડર્સને ઝટકો લાગે છે. હવે સવાલ આ છે કે બજેટથી પહેલા અને પછીના ટ્રેન્ડનું શું અનુમાન લગાવું શક્ય છે? છેલ્લા એક દશકની વાત કરે તો 12 વખત નિફ્ટીનું પ્રદર્શન અમેરિકી બજારના પ્રમુખ સૂચકાંક ડાઓ જોન્સથી સારા રહ્યો છે. સામાન્ય રીતે દુનિયાભરના માર્કેટના ટ્રેન્ડમાં સમાનતા રહે છે. ઈન્ડિયન ઈકોનૉમીના સારા પ્રદર્શનને કારણે ગ્લોબલ માર્કેટમાં તેજીના સમય ગાળામાં ઈન્ડિયન માર્કેટનું પ્રદર્શન બીજા બજારો કરતા સારો રહ્યો છે.
ટ્રેડર્સ ખાસ સેક્ટરની કંપનીઓ પર લગાવે છે દાવ
ટ્રેડર્સ ઘણી વખત સૌથી મજબૂત સેક્ટરની ઓળખ કરે છે અને તે સેક્ટરની પ્રમુખ કંપનીઓ પર દાંવ લગાવે છે. બજેટથી પહેલા યોગ્ય દાવ પર સારી કમાણી થાય છે. ફેબ્રુઆરી 2023ના બજેટના દરમિયાન આવું જોવામાં આવ્યું છે. અમુક ટ્રેડર્સએ બજેટ પહેલા શૉર્ટ પૉઝિશન બનાવી હતી. બજેટના દિવસે તેમણે તેમની પોઝિશન વધારી હતી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ મોટાભાગે શૉર્ટ પોઝિશન્સ અદાણી ગ્રુપની કંપનીઓને લઇને બનાવ્યા હતા.
ગયા વર્ષ અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના રિપોર્ટનું અસર જોવા મળ્યો હતો
નાણામંત્રીના બજેટ પર માર્કેટની સારી પ્રતિક્રિયા છતાં બજેટના દિવસે અદાણી ગ્રુપથી સંબંધિત રિપોર્ટને કારણે માર્કેટ ક્રેશ કર્યું હતું. જો કે, બીજા દિવસો તેમાં રિકવરી જોવા મળી હતી. બજેટમાં થઈ જાહેરાત પર અમુક સમય સુધી તેજી જોવા મળ્યા બાદ ઈન્ડિયન માર્કેટે ફરીથી ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડના હિસાબથી ચાલવુ શરૂ કર્યું હતું. માર્ચ 2023થી દુનિયાના તમામ બજારમાં ઝડપી રિકવરી જોવા મળી. ગ્લોબલ માર્કેટ પર ફંડ ફ્લોની અસર પડી હતી. બજેટના દિવસે થવા વાળો ઉતાર-ચઢાવને છોડી દો તો માર્કેટ પર તેની અસર હવે ઘટવા લાગી છે.