Parliament Budget Session 2024: સંસદના બજેટ સત્રને લઈને મોટી માહિતી સામે આવી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. સૂત્રોએ આ માહિતી આપી છે. સંસદનું બજેટ સત્ર 31 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થશે અને ત્યારબાદ આર્થિક સર્વેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
સૂત્રોનું માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 31 જાન્યુઆરીથી યોજાનાર બજેટ સત્રમાં 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025નું વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. આ પછી, આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ પણ 31 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવશે.
ગત વર્ષ બજેટ સત્રમાં કેટલુ કામ થયુ હતુ
થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ (PRS Legislative Research) દ્વારા રજુ કરાયેલા ડેટા અનુસાર, ગયા વર્ષે બજેટ સત્રના બીજા ભાગમાં ઉત્પાદકતા 5.3 ટકા હતી. જ્યારે પ્રથમ ભાગમાં ઉત્પાદકતા 83.8% હતી. બાકીના સત્રમાં હોબાળો થયો હતો. લોકસભાએ તેના નિર્ધારિત સમયના લગભગ 34% અને રાજ્યસભાએ 24% કામ કર્યું. નીચલા ગૃહ લોકસભાએ 133.6 કલાકના નિર્ધારિત સમય સામે લગભગ 45 કલાક કામ કર્યું, જ્યારે રાજ્યસભાએ 130માંથી 31 કલાકથી વધુ કામ કર્યું.