Railway budget 2024 રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું ફોકસ વધ્યું, યૂનિયમ બજેટમાં 25 ટકા વધી શકે પૈસા | Moneycontrol Gujarati
Get App

Railway budget 2024 રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું ફોકસ વધ્યું, યૂનિયમ બજેટમાં 25 ટકા વધી શકે પૈસા

Rail Budget 2024: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના બજેટ ભાષણમાં રેલ્વે માટે ફાળવણીમાં 25 ટકા વધારો કરવાની જાહેરાત કરી શકે છે. નાણાકીય વર્ષ માટે 2.4 લાખ કરોડની ફાળવણી ગયા વર્ષે માટે બજેટમાં કરવામાં આવ્યો છે.

અપડેટેડ 01:25:18 PM Jan 12, 2024 પર
Story continues below Advertisement

Rail Budget 2024: અંતિરમ બજેટ 2024 રજૂ થવામાં એક મહિનાથી ઓછો સમય બચ્યો છે. બજેટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ-મેના લોકસભા ચૂંટણીથી પહેલા આવા વાળો આ બજેટ આકર્શક બની શકે છે. આ વચ્ચે ઈકોનૉમીના અલગ-અલગ સેક્ટરની આ બજેટથી ઘણી આશા છે. મીડિયા રિપોર્ટના અનુસાર આ બજેટમાં રેલવે માટે મોટો ફાળો કરી શકે છે. તેનું કારણ આ છે કે સરકાર રેલવેને એડવાન્સ બનાવું જોઈએ. ઘણા વર્ષોથી સરકારનું ફોકસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને રેલ લાઈનોને વધું એડવાન્સ બનાવા પર કરી રહ્યા છે. હવે સરકાર યાત્રી સુવિધાઓને સારા બનાવા પર ફોકસ વધારી રહી છે. સરકાર સારી સુવિધાઓ વાળી ટ્રેને ચલાવા માંગે છે. સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

નાણાકીય વર્ષ માટે 2.4 લાખ કરોડની ફાળવણી

મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યુ કે 01 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના બજેટ ભાષણમાં રેલ્વે માટે ફાળવણીમાં 25 ટકા વધારો કરવાની જાહેરાત કરી શકે છે. આ નાણાકીય વર્ષ માટે 2.4 લાખ કરોડની ફાળવણી ગયા વર્ષે બજેટમાં કરવામાં આવી હતી. આ રેલવે માટે કરવામાં આવેલી સૌથી વધુ ફાળવણી હતી. આ 2013 માં રેલવેની ફાળવણીના આસરે 9 ગણો હતો. આ નાણાકીય વર્ષ માટે ફાળવણી 2.4 લાખ કરોડ રૂપિયા માંથી 1.85 લાખ કરોડ રૂપિયા ભંડોળ ખર્ચ (Capital Expenditure) માટે હતો. આ વાતનો સંકેત છે કે સરકારનો વધારે ફોકસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારૂ બનાવા પર રહ્યો છે.


યાત્રી સુવિધાઓ પર થશે ફોક્સ

સરકાર હવે યાત્રી સુવિધાઓ પર ફોકસ વધારવા માંગે છે. દર વર્ષ ડર્ઝનોમાં નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો પ્લાન છે. જલ્દી જ વંદે ભારતની સ્લીપર ટ્રેનોની સેવોઓ શરૂ થઈ જશે. આ ટ્રેનો લાંબા સફર માટે ચલાવામાં આવશે. જેથી યાત્રામાં લાગવા વાળો સમય ઘટશે. સાથે જ યાત્રીઓને સારો ટ્રાવલ એક્સપીરિયન્સ મળશે. સરકારે 500 થી વધુ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવાનો લક્ષ્ય રાખ્યો છે. તેમાંથી આયોધ્યા, ભોપાલ, વિશાખાપટ્ટનમ, વારાણસી સહિત ઘણા સ્ટેશનોને આધુનિક બનાવાનું કામ પૂરૂ થઈ ચુક્યું છે. સરકાર અમુક સ્ટેશનો પર એયરપોર્ટ જેવી સુવિધાઓ યાત્રિયોને આપવા માંગે છે.

રેલવેનો સેફ્ટી બજેટ બમણો થવાની આશા

સરકારનું ફોકસ રેલવે અકસ્માતોને ઘટાડવા પર પણ છે. તેના માટે મિશન ઝીરો એક્સિડેન્ટ પર કામ ચાલી રહ્યું છે. રેલવેના સેફ્ટી બજેટને વધારીને બમણું કરવામાં આવી શકે છે. છેલ્લા બે વર્ષથી રેલવેનું સેફ્ટી બજેટ 11,000 કરોડ રૂપિયા બનેલું છે. સરકાર માલ પરિવહનમાં રેલવેની ભાગીદારી વધારવા ઇચ્છા છે. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર બનીને તૈયાર થઈ ગયો છે. વેસ્ટર્સ ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર જલ્દી બનીને તૈયાર થઈ જશે. તેનાથી ઘણા ઓછા સમયમાં માલનું પરિવહન થઈ શકશે. જેથી રેલવેના માલ પરિવહનમાં પોતાની ભાગીદારી વધારવામાં મદદ મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2024 12:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.