વચગાળાનું બજેટ (Budget 2024) રજૂ થયાના બીજા દિવસે ગ્રીન એનર્જી સ્ટૉક્સ (Greem Energy Stock)માં જોરદાર તેજી જોવા મળી છે. ઈન્ટ્રા-ડે માં સેન્સેક્સ 1,444 પોઈન્ટના ઉછાળા સાથે 73 હજાર અને નિફ્ટી 50 પણ 429 પોઈન્ટ ચઢીને 22100ની પાર પહોંચ્યો હતો. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં છત પર સોલર લગાવાની યોજના રજૂ કરી જેથી શેરોને સપોર્ટ મળ્યો.
વચગાળાનું બજેટ (Budget 2024) રજૂ થયાના બીજા દિવસે ગ્રીન એનર્જી સ્ટૉક્સ (Greem Energy Stock)માં જોરદાર તેજી જોવા મળી છે. ઈન્ટ્રા-ડે માં સેન્સેક્સ 1,444 પોઈન્ટના ઉછાળા સાથે 73 હજાર અને નિફ્ટી 50 પણ 429 પોઈન્ટ વધીને 22100ની પાર પહોંચ્યો છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં છત પર સોલર લગાવાની યોજના રજૂ કરી જેથી શેરોને સપોર્ટ મળ્યો. માર્કેટને આશા હતી કે વચગાળા બજેટમાં ગ્રીન એનર્જીને વધારો આપવાથી સંબંધિત જાહેરાત કરી શકે છે અને હવે ફુલ બજેટમાં પણ આવી આશા કરી રહી છે.
કયા શેરોમાં જોવા મળ્યું તેજીનું વલણ
કેપીઆઈ ગ્રીન, કેપીઈએલ એનર્જી, વારી રિન્યૂએબલ્સ, ઓરિએન્ટ ગ્રીન પાવર, વેબસાલ એનર્જી સિસ્ટમ્સ અને જેનસોલ એન્જિનિયરિંગ અપર સર્કિટ પર પહોંચ્યો તો સુઝલોન પણ 3 ટકાથી વધુ વધ્યો છે. ઈરેડાના શેર અઢી ટકા અને આઈનૉક્સ વિન્ડના શેર 3 ટકાથી વધુ વધ્યો છે. નાણામંત્રીએ ઘરની ઉપર શોલર પ્લેટ લગાની સ્કીમ રજૂ કરી જેથી પાવર સેક્ટરની સરકારી કંપનીઓ-એનએચપીસી, એસજેવીએન, એનટીપીસી અને પાવર ગ્રિડના શેરમાં સારી તેજી જોવા મળી છે. પાવરગ્રિડના શેર રિકૉર્ડ હાઈ પર પહોંચી ગઈ છે.
સેક્ટરવાઈઝ વાત કરે તો વધુ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં પહોંચી ગઈ છે. BSE PSU ઈન્ડેક્સમાં રહી અને તે દોઢ ટકાથી વધું વધી ગઈ છે. BEML ના શેર પહેલી વાર 4,000 રૂપિયાને પાર પહોંચ્યો અને જુપિટર વેગન્સના શેર 3 ટકાથી વધું ઉપર ગયો. NBCCના શેર 16 ટકા. ડુડકો 9 ટકા અને એનસીએલ ઈન્ડિયા 5 ટકા વધ્યો છે. નિફ્ટીનું ઑઈલ એન્ડ બીએસઈ ઈન્ડેક્સમાં 2 ટકાથી વધું તેજી રહી અને કેસ્ટ્રૉલ 5 ટકાથી વધુ ઉપર છે. સરકારી તેલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઑઈલના શેર બે-બે ટકાથી વધુ વધ્યો છે.
રિકૉર્ડ હાઈ પર સૌથી વધું માર્કેટ કેપ વાળી કંપની
માર્કેટ કેપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો શેર ઇન્ટ્રા-ડે માં રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. તેના દમ પર સેન્સેક્સ અને નિફ્ટીએ આજે બજેટના બીજા દિવસે મોટો કૂદકો માર્યો છે. ઈન્ટ્રા ડે માં તે ત્રણ ટકાથી વધુ વધીને 2949.90 રૂપિયાની ઉચાઈ સુધી પહોંચી ગઈ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.