Budget 2024: વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને મળશે રાહત કે પછી જોવી પડશે રાહ | Moneycontrol Gujarati
Get App

Budget 2024: વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને મળશે રાહત કે પછી જોવી પડશે રાહ

Budget 2024: ઈનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં શરૂઆતી લેવલ પર થોડી રાહતની જાહેરાત વચગાળાના બજેટમાં થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 01 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમણે ડિસેમ્બરમાં કહ્યું હતું કે વચગાળાના બજેટમાં માત્ર વોટ-ઑન-એકાઉન્ટ હશે. આમાં મોટી જાહેરાત કરવામાં નહીં આવશે.

અપડેટેડ 04:17:36 PM Jan 16, 2024 પર
Story continues below Advertisement

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષ યૂનિયન બજેટમાં ઇનકમ ટેક્સની નવી રીજીમમાં ઘણી રાહતની જાહેરાત કરી હતી. આ વખતે વચગાળાના બજેટમાં તે ઈનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં રાહતની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટના અનુસાર, ઈનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં શરૂઆતી લેવલ પર અમુક રાહત ની જાહેરાત વચગાળાના બજેટમાં થઈ શકે છે. નામામંત્રી નિર્મલા સીતારમણ 01 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમણે ડિસેમ્બરમાં કહ્યું હતું કે વચગાળાના બજેટમાં માત્ર વોટ-ઑન-અકાઉન્ટ થશે. તેમાં મોટી જાહેરાત નહીં થશે. તેમણે આ પણ કહ્યું હતું કે મોટી જાહેરાતો માટે જુલાઈમાં પૂર્ણ બજેટની રાહ જોવાની રહેશે. પરંતુ, મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સ માટે થોડી રાહતની જાહેરાત થઈ શકે છે.

એગ્જેમ્પ્શન લિમિટ વધારીને 7 લાખ કરી શકે છે

મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ઇનકમ ટેક્સના એગ્જેમ્પ્શન રેટને વધારીને લગભગ 7 લાખ રૂપિયા કરી શકે છે. તેનો અર્થ છે કે વર્ષના આધરા પર 7 લાખ રૂપિયા ઇનકમ ટેક્સ વાળા ટેક્સપેયર્સને ટેક્સ ચુકવાની જરૂરત નહીં રહેશે. હવે ઇનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં વર્ષના 5 લાખ રૂપિયા સુધી ઇનકમ વાળા લોકોને રિબેટ મળે છે. તેની સિવાય નાણામંત્રી મહિલા ટેક્સપેયર્સના માટે પણ અલગથી ટેક્સની જાહેરાત કરી શકે છે. હવે ઈનકમ ટેક્સની નવી રીજીમમાં વર્ષના આધાર પર 7 લાખ રૂપિયા સુધીના ઇનકમ પર ટેક્સ ઝીરો થાય છે.


ચૂંટણી પહેલા ટેક્સપેયર્સને રાહત મળવાની આશા

એક્સપર્ટનુ કહેવું છે કે ઇનકમ ટેક્સના અમુક નિયમ ઘણા વર્ષ જુના છે. આ વચ્ચે મોંઘવારી ઘણી વધી છે. લોકોના પગારમાં પણ વધારો થયો છે. આવામાં સરકારે અમુક જરૂરી ફેરફાર કરવું જોઈએ. એપ્રિલ અને મે માં લોકસભા ચૂંટણી થવાની છે. આવામાં નાણામંત્રી ટેક્સપેયર્સને થોડી રાહત આપી શકે છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણી થઈ હતી. તે વર્ષ વચગાળા બજેટ રજૂ થયો હતો. કેન્દ્રીય પિયુષ ગોયલે 01 ફેબ્રુઆરી, 2019ના વચગાળા બજેટ રજૂ કર્યો હતો. તેમણે ઇનકમ ટેક્સમાં ઘણી રાહતની જાહેરાત કરી હતી. તેમણે સ્ટેન્ડર્ડ ડિડક્શનની લિમિટ પણ 40,000 રૂપિયાથી વધીને 50,000 રૂપિયા કરી દીધી હતી. જેથી નોકરી કરવા વાળા કરોડો લોકોને ફાયદો થયો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2024 4:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.