Budget 2025: સરકાર માટે બજેટ બની રહેશે નિર્ણાયક | Moneycontrol Gujarati
Get App

Budget 2025: સરકાર માટે બજેટ બની રહેશે નિર્ણાયક

પાવર સેક્ટર માટે સરકારે બહુ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો રાખ્યા છે. આના માટે સરકારે ઘણાં પગલા લેવા પણ પડે છે. અત્યારે પણ ભારતમાં ઊર્જાની માગમાં વધારો થઈ રહ્યો છે સામે સપ્લાય ઓછી છે એટલા માટે નેશનલ ઈલેક્ટ્રિસિટી પૉલિસીની જાહેરાત બજેટમાં શક્ય છે.

અપડેટેડ 03:37:13 PM Jan 17, 2025 પર
Story continues below Advertisement
બજેટમાં MSME માટે ખાસ જાહેરાત શક્ય છે. નાના કારોબારીઓને રાહત મળી શકે છે. પ્રીપેડ મર્ચેન્ટ કમર્શિયલ વૉલેટની જાહેરાત શક્ય છે.

બજેટની હવે ઘડીઓ ગણાઈ રહી છે. આ વખતનું બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે Q2માં ગ્રોથ ઘણો ધીમો પડ્યો છે. સરકારી ખર્ચ જોઈએ એટલો થયો નથી એટલે ઘણાં સેક્ટરમાં દબાણ છે. આ બધાની વચ્ચે મોદી સરકાર માટે આ બજેટ MAKE OR BREAKનું રહેવાનું છે. તો આ બજેટમાં શું ખાસ રહી શકે છે એની ચર્ચા કરીશું.

બજારની બજેટથી આશા

દર વર્ષે બજાર બજેટની રાહ જોઈને બેઠું હોય છે. કારણ કે બજેટ અર્થતંત્રની દિશા નક્કી કરવા માટેનું મહત્ત્વનું પરિબળ છે અને સરકારના લેખા જોખાની અસર અર્થતંત્ર પર આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં બજારને બજેટ પાસેથી કેવી આશાઓ છે તેનાથી શરૂઆત કરીએ. કેપિટલ માર્કેટમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધે છે. કેપિટલ માર્કેટ માટે સરકાર પૉલિસી લાવે છે. માર્કેટમાં નાણાંનો ફ્લો વધવો જોઈએ.


NBFCsને રેગ્યુલેટરી નિયમોમાં થોડી છૂટ મળે છે. NBFCsને સમર્પિત હોય એવા ફંડની જાહેરાત થાય. MSME, EV, ઈન્ફ્રા, ગ્રીન એનર્જીમાં ધિરાણ માટે ફંડ છે. SARFAESI એક્ટમાં રિકવરી માટે ₹20 લાખની સીમા ઘટાડવામાં આવે છે. ટેક્સના મોરચે બેન્કોને એકજેવી ટ્રીટમેન્ટ મળે છે. વ્યાજ આવક પર 10% TDSની છૂટ મળવી જોઈએ. હાઈ ફ્રિકવેન્સી ડેટા ભેગા કરવા માટે ફ્રેમવર્કની માગણી થઈ. સોશલ સ્ટોક એક્સચેન્જને પ્રોત્સાહન આપવા ઈન્સેન્ટિવ છે.

કન્ઝમ્પ્શન પર ભાર

આ વર્ષે ચૂંટણીને કારણે સરકારી ખર્ચ ઘટ્યો છે અને તેના કારણે કન્ઝમ્પશનમાં પણ ઘટાડો આવ્યો છે. એની અસર FMCGના પરિણામોમાં ગ્રોથના આંકડાઓમાં આપણને જોવા મળી. કન્ઝમ્પશન વધારવાનું નાણાં મંત્રી સામે પડકાર છે તો એના માટે આ બજેટમાં પગલાં પણ લેવામાં આવી શકે છે. બજેટમાં કન્ઝમ્પ્શન વધારવા પર ફોકસ છે. કન્ઝમ્પ્શન વધારવા માટે લેવામાં ખાસ પગલાં આવશે.

આવકવેરામાં રાહત આપવાના વિકલ્પો પર વિચારણા રહેશે. નવા ટેક્સ રિઝીમમાં 20-30%નો અલગ સ્લેબ શક્ય છે. આવકવેરા રાહત સીમામાં ₹50,000 સુધી વધારો શક્ય છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન સીમા ₹1 લાખ કરવાનો વિકલ્પ છે. DBT વાળી સ્કીમમાં રકમ વધી શકે છે. વપરાશ વધારવા રોકડનો ઉપયોગ કરવો એ એક મોટો પડકાર છે.

ફિસ્કલ કન્સોલિડેશન યથાવત્ રહેશે!

તમામ આશાઓની સાથે સરકારે બજેટમાં પોતાની આવકનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એટલા માટે થઈને સરકારે અમુક કડક નીતિઓ પણ લાવવી પડે છે. આ સરકારનો ટ્રેક રેકોર્ડ ફિસ્કલ કંસોલિડેશનની બાબતમાં સારો રહ્યો છે અને આ બજેટમાં પણ એ જ પ્રકારની પ્રતિબદ્ધતા જોવા મળી શકે છે. બજેટમાં ફિસ્કલ કંસોલિડેશન પર ફોકસ સંભવ છે.

સૂત્રોનું કહેવુ છે કે 4.5% અથવા એથી ઓછું ફિસ્કલ ડેફિસિટનો લક્ષ્ય સંભવ છે. આવક વધારવા માટે દર વધારવાની જગ્યાએ રિફોર્મ પર જોર આપ્યુ નોન પ્રોડક્ટિવ ખર્ચ ઘટાડવા ઘોષણા થઈ શકે છે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ પર ખાસ જોર રહી શકે છે. ઓછા કેપેક્સથી આવક પર દબાણ નહીં. ટેક્સ કલેક્શનમાં વધારાથી આવક પર દબાણ નહીં. ઇન્કમ ટેક્સ કલેક્શન બજેટ લક્ષ્યથી વધારે થવાની આશા છે.

બજેટમાં પાવર સેક્ટરમાં મોટા રિફોર્મ!

પાવર સેક્ટર માટે સરકારે બહુ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો રાખ્યા છે. આના માટે સરકારે ઘણાં પગલા લેવા પણ પડે છે. અત્યારે પણ ભારતમાં ઊર્જાની માગમાં વધારો થઈ રહ્યો છે સામે સપ્લાય ઓછી છે એટલા માટે નેશનલ ઈલેક્ટ્રિસિટી પૉલિસીની જાહેરાત બજેટમાં શક્ય છે. સૂત્રોના મુજબ બજેટમાં પાવર સેક્ટર માટે મોટી જાહેરાત શક્ય છે.

નવી નેશનલ ઈલેક્ટ્રિસિટી પૉલિસીની જાહેરાત શક્ય છે. રિન્યૂએબલ એનર્જી પ્રોડક્શન વધારવા પર ફોકસ રહેશે. પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મ પર ફોકસ રહેશે. પાવર રિફોર્મ પર ઈન્સેન્ટિવ યથાવત્ રહી શકે છે. રાજ્યોના ઈન્સેન્ટિવ યથાવત્ રહી શકે છે. વધારાના ધિરાણાની છૂટ 31 માર્ચે પૂર્ણ થશે. રાજ્યોના GDPના 0.5% વધારાના ધિરાણની છૂટ રહેશે.

કેમિકલ સેક્ટર માટે ઇન્સેન્ટિવ?

કેમિકલ સેક્ટરમાં છેલ્લાં ઘણાં સમયથી દબાણ છે. ભારતીય કેમિકલ સેક્ટર સામે ચીનનો સૌથી મોટો પડકાર છે અને હજુ પણ આ સેક્ટર માટે વૈશ્વિક સ્તરે રાહત દેખાઈ નથી રહી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર આ બજેટમાં કેમિકલ સેક્ટર માટે ઈન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી શકે છે. અને ઉત્પાદન તેમ જ R&D પર ફોકસ કરે એવા સમાચાર છે.

સૂત્રના મુજબ કેમિકલ સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત સંભવ છે. સ્પેશિયાલિટી કેમિકલના સ્થાનિક ઉત્પાદન પર ખાસ ફોકસ રહેશે. સ્કીમ હેઠળ ઉત્પાદન વધારવા અને R&D પર ખાસ ફોકસ રહેશે. એગ્રોકેમિકલ, ડાય જેવા 4 કેમિકલ ઉત્પાદન પર જોર રહેશે. આશરે ₹23,000 કરોડ પેકેજના પ્રસ્તાવ પર ચર્ચા રહેશે. ઉત્પાદન અને R&D માટે અલગ અલગ ફંડનો પ્રસ્તાવ રહેશે. ઉત્પાદન વધારવા માટે PLI સ્કીમ હેઠળ સંભવ છે.

બજેટમાં એક્સપોર્ટ્સને ભેટ!

કેમિકલ સેક્ટર બાદ વારો આવે છે એક્સપોર્ટ સેક્ટરનો. ભારત માટે આ સેક્ટર ઘણું મહત્વનું છે અને છેલ્લાં ઘણાં સમયથી રૂપિયો નબળો પડી રહ્યો છે ત્યારે આ સેક્ટરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આવા સમયે એક્સપોર્ટ માટેની લિક્વિડિટી વધારવા જેવા તેમ જ સસ્તા વ્યાજ દર ધિરાણ માટેના પગલા બજેટમાં આવી શકે છે.

લિક્વિડિટી વધારવા માટે નક્કર જાહેરાતો થઈ શકે છે. રિફંડને સરળ બનાવવા માટે પગલાં છે. સસ્તા વ્યાજ પર ધિરાણ આપવાનો નિર્ણય શક્ય છે. ઈન્ટરસ્ટ ઈક્વિલાઈઝેશન સ્કીમ ફરી શરૂ થઈ શકે છે. 31 ડિસેમ્બરે યોજના પૂર્ણ થઈ હતી. યોજના અંતર્ગત શિપમેન્ટ એક્સપોર્ટ બાદ ક્રેડિટ મળે છે.

ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન

ભારતમાં છેલ્લાં અમુક વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સારી સિદ્ધી મેળવી છે. હવે ભારત મોબાઈલ ફોન બનાવીને એક્સપોર્ટ કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે. તો આ સેક્ટરમાં વધુ પ્રોડક્ટનો સમાવેશ થાય અને વધુ કંપનીઓ આ સેક્ટરમાં રોકાણ માટે આવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે અને આ માટેના બજેટમાં પણ વધારો થઈશકે છે.

2030 સુધીમાં $500 અબજ મેન્યુફેક્ચરિંગનો લક્ષ્ય છે. IT મંત્રાલયના બજેટમાં 40% સુધીનો વધારો શક્ય છે. મેન્યુફેક્ચરિંગ સપોર્ટ સ્કીમનું બજેટ વધશે. AI મિશનનું બજેટ બમણું થશે. PCBA અને કેમેરા મોડ્યુલ પર ડ્યુટી ઘટી શકે છે. ઓપન સેલ TV પેનલ પર ડ્યુટી ઘટી શકે છે. કંપોનેન્ટ પર ઇનવર્ટેડ ડ્યુટી સરળ બનાવવામાં આવશે.

બજેટ: ઇન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર

બજેટમાં દરેકને રાહ હોય છે કે સરકાર ઈન્કમ ટેક્સમાં શું ફેરફાર કરે છે. જોકે આ વખતે પણ સરકાર અમુક ફેરફાર કરે તેવ સંભાવના છે. ઈન્કમ ટેક્સ એક્ટ, 1961માં મોટા ફેરફારો થઈ શકે છે. નાણા મંત્રી બજેટ દરમિયાન સુધારા રજૂ કરી શકે છે. કરદાતાઓ માટે નિયમો સરળ બનાવાશે. આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓમાં ઘટાડો થશે. વિવાદોના ઉકેલની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. ડિમાન્ડ નોટિસની પ્રક્રિયાને પારદર્શક બનાવાશે. જુલાઈમાં, નાણા મંત્રીએ 6 મહિનામાં કાયદાની સમીક્ષા કરવાનું બાંહેધરી આપી હતી. કરદાતોઓને ટેક્સમાં પણ રાહત આપી શકાય તે માટે વિચાર ચાલી રહ્યો છે.

ઇન્ડસ્ટ્રીની બજેટ ડિમાન્ડ

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો. ₹20 લાખ સુધીના વાર્ષિક ઇનકમ પર ટેક્સ ઘટે છે. લોકોના હાથમાં વધુ પૈસા આપવામાં આવે છે. લો ઇનકમ હાઉસહોલ્ડ માટે કન્ઝમ્પ્શન વાઉચર્સ છે. મનરેગામાં રોજનું ભથ્થું ₹267થી વધારીને ₹375 કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક ₹6,000થી વધારીને ₹8,000 આપવામાં આવે છે. PMAY-G, PMAY-U હેઠળ યુનિટ કોસ્ટ વધારવામાં આવે છે. MSME અને SME ને આર્થિક મદદ મળે છે.

ડિફેન્સમાં આત્મનિર્ભર બનવા પર જોર રહે છે. રોકાણ, નેક્સ જનરેશન રિફોર્મ પર ફોકસ યથાવત્ રહે છે. ગ્રીન એનર્જી સેક્ટરને ટેક્સમાં રાહત, ગ્રાન્ટ અને સબ્સિડીની આશા છે. CREDAIની એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે 15% ઇનકમ ટેક્સ રાખવાની માંગ છે. એફોર્ડેબલ હાઉસિંગની પરિભાષામાં ફેરફાર અને ટેક્સ રાહતની આશા છે. રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ GST ઇનપુટ ટેક્સ ક્રેડિટને ફરી અમલમાં લાવે તેવી માગ કરી છે. Reverse Charge Mechanism થકી કમર્શિયલ પ્રૉપર્ટી પર GSTનું ફેરવિચારણા કરવું.

MSMEને બજેટમાં બુસ્ટર ડોઝ!

બજેટમાં MSME માટે ખાસ જાહેરાત શક્ય છે. નાના કારોબારીઓને રાહત મળી શકે છે. પ્રીપેડ મર્ચેન્ટ કમર્શિયલ વૉલેટની જાહેરાત શક્ય છે. સૂત્રોનું કહેવુ છે કે કોસ્ટ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન વૉલેટ રહેશે. સસ્તા વ્યાજ માટે ખાસ સ્કીમની જાહેરાત શક્ય. સરળ શર્તો પર દેવાની સ્કીમની જાહેરાત શક્ય છે. MSME માટે 3% ઇન્ટરેસ્ટ સબવેન્શન પર વિચાર કરશે. MSME Act 2006માં જરૂરી ફેરફાર પર વિચાર કરશે. MSMEના કારોબારની સરળતા બનાવવા પર ફોકસ રહેશે.

ખેડૂતોને બજેટથી આશા

એગ્રી ઈનપુટ પરથી GST હટાવવામાં આવે છે. PM કિસાન યોજના અંતર્ગત વાર્ષિક ₹12000 આપવામાં આવે છે. ખેતીનો ખર્ચ નક્કી કરવાની ફોર્મ્યુલા બદલવામાં આવે છે. A2+FLની જગ્યાએ C2 ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે. ખેડૂતોને સસ્તી દર પર લોન મળવી જોઈએ. નાના ખેડૂતો માટે ઝીરો પ્રિમિયમ પાક વીમો છે.

ગોલ્ડ મોનિટાઇઝેશનને બુસ્ટ આપો!

આ બજેટમાં સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર દ્વારા જે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે તેને અટકાવી શકે છે. આ સાથે જ ગોલ્ડ મોનેટાઈઝેશનને બૂસ્ટ આપી શકે છે. સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ આગળ યથાવત્ રહે તેવી સંભાવના નહીં. બજેટમાં SGB માટે નવી ફાળવણી થાય તેની સંભાવના ઓછી છે. સોનાના વધતા ભાવને જોઈને નિર્ણય શક્ય છે. હાલમાં ₹18500 કરોડના SGB જાહેર કરવાની જાહેરાત કરી છે. SGB પર 2.5% વ્યાજથી સરકારને નુકસાન થશે.

ભારતમાં 22,000 ટન જેટલુ સોનુ ઘરોમાં હોવાનું અનુમાન છે. ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમને બુસ્ટ આપી આ સોનુ સિસ્ટમમાં લાવી શકાય છે. ગોલ્ડ ડિપોઝીટ માટે ફેકસીબલ ટેન્યુઅર આપી શકાય. વધુ વ્યાજ અને 500 ગ્રામ સુધી કોઇ ઇન્કવારી નહી થાય તો આ સ્કીમને વેગ મળી શકે છે. 2024માં ભારતનો ગોલ્ડ ઇમ્પોર્ટ રેકોર્ડ સ્તર પર છે. 2024માં સોનામાં રેકોર્ડ હાઇ પર કિંમતો પહોંચી. હાલ મિડ ટર્મ ડિપોઝીટ (5-7 વર્ષ) માટે 2.25% વ્યાજ છે. હાલ લોંગ ટર્મ ડિપોઝીટ (12-15 વર્ષ) માટે 2.50% વ્યાજ નક્કી કરે છે. શોર્ટ ટર્મ (1-3 વર્ષ) ડિપોઝીટ માટે બેન્ક વ્યાજ નક્કી કરે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2025 3:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.