Union Budget 2025: કેન્દ્રીય બજેટ 2025માં સરકારનું ધ્યાન રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર રહેશે. છેલ્લા ઘણા સમયથી સરકાર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર વધુ ધ્યાન આપી રહી છે. સારા પરિણામો જોવા મળ્યા છે. પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેનોની સરેરાશ ઝડપ વધી છે. સરકારે મુસાફરો માટે વંદે ભારત અને તેજસ જેવી નવી ટ્રેનો પણ શરૂ કરી છે. જો સરકાર 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ થનારા બજેટમાં રેલવે માટે બજેટ ફાળવણીમાં વધારો કરે છે, તો રેલવે સંબંધિત કંપનીઓના શેરમાં વધારો જોવા મળી શકે છે.



