Railway Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ પાસેથી માત્ર ઈન્ડસ્ટ્રી અને કરદાતાઓ જ નહીં, સામાન્ય લોકોને પણ ઘણી અપેક્ષાઓ છે. વરિષ્ઠ નાગરિકો આશા રાખી રહ્યા છે કે તેઓને ટ્રેનની ટિકિટ પર અગાઉ જે ડિસ્કાઉન્ટ મળતું હતું તે ફરી શરૂ કરવામાં આવશે. આ મુદ્દો સમયાંતરે ઉઠતો રહ્યો છે. બજેટ આવવાનું છે ત્યારે ફરી એકવાર આ અંગે માંગ ઉઠી રહી છે. તમને જણાવી દઈએ કે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ટ્રેન ટિકિટ પરનું ડિસ્કાઉન્ટ કોરોના સમયગાળાથી બંધ કરી દેવામાં આવ્યું છે.



