Adani Enterprises Q1 Results: ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝને એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં મોટો ઝટકો લાગ્યો છે. કંપનીનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો એક વર્ષ પહેલાની તુલનામાં 49.5 ટકા ઘટીને રુપિયા 734.41 કરોડ થયો છે. એક વર્ષ પહેલા નફાનો આંકડો રુપિયા 1454.50 કરોડ હતો. કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 13.7 ટકા ઘટીને રુપિયા 21961.20 કરોડ થઈ ગઈ છે. જૂન 2024 ક્વાર્ટરમાં તે રુપિયા 25472.40 કરોડ હતી.
કંપનીએ શેરબજારોને જણાવ્યું છે કે જૂન 2025 ક્વાર્ટરમાં તેનો કુલ ખર્ચ 20,970.34 કરોડ રૂપિયા નોંધાયો હતો, જે એક વર્ષ પહેલા 23,831.16 કરોડ રૂપિયા હતો. જૂન 2025 ના અંત સુધીમાં પ્રમોટર્સ અદાણી એન્ટરપ્રાઇઝમાં 73.97 ટકા હિસ્સો ધરાવતા હતા.
અદાણી એન્ટરપ્રાઇઝનો શેર લાલ નિશાનમાં બંધ
અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 31 જુલાઈના રોજ ઘટીને 2430.95 રૂપિયા પર બંધ થયો. દિવસ દરમિયાન શેર 2422.35 રૂપિયાના નીચા સ્તરે પહોંચી ગયો. કંપનીનું માર્કેટ કેપ 2.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક વર્ષમાં આ શેર 23 ટકા ઘટ્યો છે. તે જ સમયે, તે 3 મહિના પહેલાના ભાવથી 6 ટકા વધુ છે.