Retail Inflation: રિટેલ મોંઘવારી મોરચે મોટી રાહત મળી છે. નવેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.48 ટકા થયો હતો, જે અગાઉ ઓક્ટોબરમાં 6.21 ટકા હતો. સરકારે 12 ડિસેમ્બર, ગુરુવારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી આપી હતી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે નવેમ્બરમાં ફુગાવો નીચો રહ્યો હતો. ખાદ્ય ફુગાવો નવેમ્બર મહિનામાં ઘટીને 9 ટકા થયો હતો જે ઓક્ટોબરમાં 10.9 ટકા હતો.