હવે SMS ભૂલી જાઓ! એરટેલ અને ગૂગલ લાવ્યા નવી RCS સર્વિસ, તમારું મેસેજિંગ બનશે WhatsApp જેવું સ્માર્ટ
Google and Airtel Partnership: એરટેલ અને ગૂગલે ભારતમાં યુઝર્સ માટે નવી RCS (રિચ કમ્યુનિકેશન સર્વિસ) મેસેજિંગ સેવા શરૂ કરવા માટે ભાગીદારી કરી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સને મળશે WhatsApp જેવાં આધુનિક ફીચર્સ. જાણો શું છે આ નવી ટેકનોલોજી અને તમારા માટે શું બદલાશે.
Google and Airtel Partnership: ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના ગ્રાહકોના મેસેજિંગ અનુભવને સંપૂર્ણપણે બદલવા માટે ગૂગલ સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત, એરટેલ હવે તેના નેટવર્ક પર રિચ કમ્યુનિકેશન સર્વિસ (RCS) શરૂ કરવા જઈ રહ્યું છે, જે સામાન્ય SMS કરતા વધુ આધુનિક અને સુવિધાજનક છે.
હવે એરટેલ યુઝર્સને શું મળશે?
જો તમે એરટેલ યુઝર છો અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો, તો હવે તમારું સાદું મેસેજિંગ એપ બિલકુલ WhatsApp જેવું શક્તિશાળી બની જશે. RCS સર્વિસને કારણે હવે તમે:
* કોઈ મેસેજ ટાઈપ કરી રહ્યું હોય તો ‘ટાઈપિંગ ઈન્ડિકેટર’ પણ દેખાશે.
આ બધી સુવિધાઓ મોબાઈલ ડેટા અથવા Wi-Fi પર કામ કરશે, જે તમારા મેસેજિંગ અનુભવને વધુ ઝડપી અને ઇન્ટરેક્ટિવ બનાવશે. આ પગલાથી એરટેલ હવે WhatsApp જેવી એપ્સને સીધી ટક્કર આપવા માટે તૈયાર છે.
પહેલા એરટેલ કેમ તૈયાર નહોતું?
રસપ્રદ વાત એ છે કે, એરટેલે અગાઉ ભારતમાં RCS સર્વિસ લાવવાનો ઇનકાર કર્યો હતો. કંપનીને ડર હતો કે આ એન્ક્રિપ્ટેડ ચેનલ દ્વારા યુઝર્સને મોટા પ્રમાણમાં સ્પામ મેસેજ મોકલવામાં આવી શકે છે. આ ચિંતાને કારણે જ કંપનીએ આ ટેકનોલોજીથી અંતર જાળવ્યું હતું.
પરંતુ હવે, ગૂગલે એરટેલની ચિંતાનું સમાધાન શોધી કાઢ્યું છે. ગૂગલ, એરટેલના ‘ઇન્ટેલિજન્ટ સ્પામ ફિલ્ટર’ સાથે RCS સિસ્ટમને ઇન્ટીગ્રેટ કરવા માટે સંમત થયું છે. આનાથી સ્પામ મેસેજ પર કંટ્રોલ રાખી શકાશે, જેના કારણે આખરે આ ડીલ શક્ય બની છે.
સરળ શબ્દોમાં સમજો, શું છે આ RCS સર્વિસ?
RCS (રિચ કમ્યુનિકેશન સર્વિસ) એ એક વૈશ્વિક મેસેજિંગ સ્ટાન્ડર્ડ છે, જેને GSMA દ્વારા 2007માં જૂના SMSને અપગ્રેડ કરવાના ઉદ્દેશ્યથી વિકસાવવામાં આવ્યું હતું. તે iMessage અને WhatsApp જેવી જ સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે ફાઈલ શેરિંગ, લોકેશન શેરિંગ, ગ્રુપ ચેટ અને ઘણું બધું.
આ ડીલ સાથે, હવે ભારતની ત્રણેય મુખ્ય ટેલિકોમ કંપનીઓ – એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા (Vi) – RCS ટેકનોલોજીને સપોર્ટ કરે છે. એક રિપોર્ટ અનુસાર, એરટેલ અને ગૂગલ વચ્ચે 80:20ના રેવન્યુ શેરિંગ મોડલ પર સહમતી બની છે અને એરટેલ પ્રતિ RCS મેસેજ 0.11 ચાર્જ કરી શકે છે.