GST Collection in April: આ વર્ષે એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. આ માહિતી ગુરુવાર, 1 મેના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. એપ્રિલ 2024માં GST કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયા હતું. અગાઉ માર્ચ 2025માં કર કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું.