EV Sector in India: લોકલ અને વિદેશી કંપનીઓએ આગામી છ વર્ષમાં ભારતના ઇલેક્ટ્રિક વાહન (EV) અને સહાયક ઉદ્યોગોમાં રુપિયા 3.4 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઈન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઈવી અપનાવવાની ગતિ તેજી થઈ નથી અને 2030 સુધીમાં ઈવીના પ્રવેશને 30 ટકા સુધી વધારવાના ટાર્ગેટને પ્રાપ્ત કરવાની દિશામાં પ્રગતિ ધીમી રહી છે. 'ભારતમાં EVs: ન્યૂ ઇમ્પિટસ ઇન ઇલેક્ટ્રિક મોબિલિટી' શીર્ષક હેઠળનો અહેવાલ જણાવે છે કે ભારતમાં કુલ વ્હીકલમાં EVsનું પ્રમાણ હાલમાં 8 ટકા છે. તેણે વર્ષ 2024માં લગભગ 20 લાખ ઈવીના વેચાણનો અંદાજ પણ મૂક્યો છે.