Indigo Q1 Results: એરલાઈન ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનનો એકીકૃત ધોરણે ચોખ્ખો નફો એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 20 ટકા ઘટીને રુપિયા 2176.3 કરોડ થયો છે. એક વર્ષ પહેલા નફો રુપિયા 2728.8 કરોડ હતો. કામગીરીમાંથી આવક એક વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ 5 ટકા વધીને રુપિયા 20496.3 કરોડ થઈ છે. જૂન 2024 ક્વાર્ટરમાં તે રુપિયા 19570.7 કરોડ થઈ છે.