JSW Steel Q1 Result: વર્ષના આધાર પર 19% વધીને ₹2184 વધ્યો, આવકમાં મામૂલી વધારો | Moneycontrol Gujarati
Get App

JSW Steel Q1 Result: વર્ષના આધાર પર 19% વધીને ₹2184 વધ્યો, આવકમાં મામૂલી વધારો

જૂન ક્વાર્ટરમાં જેએસડબ્લ્યૂ સ્ટીલનો નફો વર્ષના આધાર પર 19 ટકા વધીને 2184 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 0.5 ટકા વધીને 43,147 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 05:08:45 PM Jul 18, 2025 પર
Story continues below Advertisement
JSW Steel Q1 Result: જેએસડબ્લ્યુ સ્ટીલ (JSW Steel) એ 18 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

JSW Steel Q1 Result: જેએસડબ્લ્યુ સ્ટીલ (JSW Steel) એ 18 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2024 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 19 ટકા વધીને 2184 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 845 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,859 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 0.5 ટકા વધીને 43,147 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 42,943 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 42,962 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 37.5 ટકા વધારાની સાથે 7,576 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 5,510 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 7,289 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન 17.6 ટકા રહ્યા છે. જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 12.8 ટકા પર રહ્યા હતા. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16.97 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Buzzing Stock: ફક્ત 1 હિટ ફિલ્મનો ભરોસો વધ્યો આ શેર સોશલ મીડિયા પર છવાયો, રોકાણ કરતા પહેલા વિચારજો!

MoneyControl News

MoneyControl News

First Published: Jul 18, 2025 4:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.