સંજય મલ્હોત્રા બનશે રિઝર્વ બેન્કના નવા ગવર્નર, શક્તિકાંત દાસનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને તેમની જગ્યાએ સંજય મલ્હોત્રા ચાર્જ ગ્રહણ કરશે.
સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે.
New RBI Governor Sanjay Malhotra: મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા રિઝર્વ બેન્કના નવા ગવર્નર બનશે. તેઓ વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. સરકારે શક્તિકાંત દાસનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે. તેમની અગાઉની સોંપણીમાં તેમણે ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું. તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણા અને ટેક્સ સેક્ટરમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા રિઝર્વ બેન્કના નવા ગવર્નર હશે. તેઓ વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. સરકારે શક્તિકાંત દાસનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે. શક્તિકાંત દાસને 2018માં RBIના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મલ્હોત્રા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણા અને ટેક્સ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. મલ્હોત્રા 11 ડિસેમ્બર, 2024 થી આરબીઆઈ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળશે. સંજય મલ્હોત્રા IIT ગ્રેજ્યુએટ છે.
કોણ છે સંજય મલ્હોત્રા?
સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી.
33 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ અને અનુભવ દર્શાવ્યો છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પદ પર હતા.
તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરે નાણા અને કરવેરાનો ઊંડો અનુભવ છે. તેમના વર્તમાન કાર્યકાળમાં તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરને લગતી નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.