Closing Bell: વિકલી એક્સપાયરીનાં દિવસે બજાર ટોચ પરથી સરકી ગયું છે. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સ્મોલકેપ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરથી સરકી ગયો. આઈટી શેર્સમાં સારી ખરીદી થઈ હતી અને આ ઈન્ડેક્સ સતત ચોથા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. એફએમસીજી, પીએસબી, ઓટો શેરોમાં વેચવાલી હતી જ્યારે કન્ઝ્યુમર ગુડ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 236.18 પોઈન્ટ્સ અથવા 0.29 ટકાના ઘટાડા સાથે 81,289.96 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 93.10 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઘટાડા સાથે 24,548.70 ના સ્તર પર બંધ થયો હતો.
વિકલી એક્સપાયરીના દિવસે બજાર લાલ નિશાનમાં બંધ
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 236.18 પોઈન્ટ્સ અથવા 0.29 ટકાના ઘટાડા સાથે 81,289.96 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 93.10 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઘટાડા સાથે 24,548.70 ના સ્તર પર બંધ થયો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝિસ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે એનટીપીસી, હીરો મોટોકોર્પ, એચયુએલ, કોલ ઈન્ડિયા અને ટાટા કન્ઝ્યુમર નિફ્ટીમાં ટોપ લુઝર હતા.
આઇટી સિવાય તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. મીડિયા ઈન્ડેક્સ 2 ટકાના ઘટાડા સાથે અને એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.