Stock Market Highlights: 2 દિવસના ઉછાળા બાદ બજાર મર્યાદિત રેન્જમાં જોવા મળ્યું હતું. ઉતાર-ચઢાવની વચ્ચે નિફ્ટી નીચલા સ્તરેથી રિકવર થઈને બંધ થવામાં સફળ રહ્યો. બેન્ક નિફ્ટી, મિડકેપ ઇન્ડેક્સમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 110.58 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 80,956.33 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 10.30 પોઈન્ટ અથવા 0.04 ટકા વધીને 24,467.45ના સ્તરે પહોંચી ગયો છે.
ઉતાર-ચઢાવ વચ્ચે બજાર લીલા નિશાનમાં બંધ
એચડીએફસી લાઇફ, એચડીએફસી બેંક, એપોલો હોસ્પિટલ્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ છે. જ્યારે ભારતી એરટેલ, સિપ્લા, બજાજ ઓટો, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ લોઝર છે.
સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો ઓટો અને એફએમસીજી ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આઈટી અને મીડિયા ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સ 2 ટકા વધ્યો હતો.