લેસોથો બે મોટી અમેરિકી બ્રાન્ડ્સ - લેવિસ અને કેલ્વિન ક્લિન - નું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ટ્રમ્પની પસંદગીની ગ્રેગ નોર્મન ગોલ્ફ શર્ટ પણ અહીં બને છે. આ દેશની અર્થવ્યવસ્થા અમેરિકામાં નિકાસ પર નિર્ભર છે. 2024માં લેસોથોએ અમેરિકામાં 240 મિલિયન ડોલરની નિકાસ કરી હતી, જેમાં મોટો હિસ્સો કપડાંનો હતો. આ ત્રણ બ્રાન્ડ્સ આ નિકાસનો 10 ટકા હિસ્સો ધરાવે છે.
2.3 મિલિયનની વસ્તી ધરાવતા આ દેશમાં અડધાથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને 25 ટકા લોકો બેરોજગાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નાનકડા આફ્રિકી દેશ પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે, જેની અર્થવ્યવસ્થા મુખ્યત્વે અમેરિકામાં થતી નિકાસ પર ટકેલી છે. આ દેશમાં દુનિયાભરમાં લોકપ્રિય લેવિસ (Levi's) જીન્સનું ઉત્પાદન થાય છે, પરંતુ હવે તેની 11 ફેક્ટરીઓ બંધ થવાની આરે છે.
ટ્રમ્પનો આકરો નિર્ણય
ટ્રમ્પે દુનિયાભરમાં ટેરિફ લગાવવાની ઝડપ એટલી વધારી દીધી છે કે નફા-નુકસાનની ગણતરી પણ ભૂલી ગયા લાગે છે. તેમણે લેસોથો નામના દક્ષિણ આફ્રિકી પર્વતીય દેશ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જે અમેરિકા તરફથી કોઈપણ સ્વતંત્ર દેશ પર લગાવાયેલો સૌથી મોટો ટેરિફ છે. ટ્રમ્પે ભાષણમાં કહ્યું હતું કે, "લેસોથો, જેનું નામ કદાચ કોઈએ સાંભળ્યું નથી, તે અમેરિકી માલ પર 99 ટકા ટેરિફ લગાવે છે, તેથી અમે પણ તેની સામે આ પગલું ભર્યું છે." આ નિર્ણયથી ગભરાયેલા લેસોથોએ વોશિંગ્ટનમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે, જે પોતાને બચાવવા વિનંતી કરશે. અત્યાર સુધી અમેરિકા આ દેશ પર કોઈ ટેરિફ લગાવતું નહોતું.
ફેક્ટરીઓ પર તોળાતો ખતરો
લેસોથોના વેપાર મંત્રી મોખેથી શેલિલેએ જણાવ્યું, "અમારે તાત્કાલિક અમેરિકા જવું પડશે અને ત્યાંના અધિકારીઓ સાથે વાત કરવી પડશે. દેશમાં 11 ફેક્ટરીઓ છે, જેમનો મોટાભાગનો માલ અમેરિકામાં જાય છે. આ નિર્ણયથી આ ફેક્ટરીઓ બંધ થવાની કગારે છે અને 12,000થી વધુ નોકરીઓ જોખમમાં છે."
ટ્રમ્પની ટી-શર્ટ પણ અહીં બને છે
લેસોથો બે મોટી અમેરિકી બ્રાન્ડ્સ - લેવિસ અને કેલ્વિન ક્લિન - નું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ટ્રમ્પની પસંદગીની ગ્રેગ નોર્મન ગોલ્ફ શર્ટ પણ અહીં બને છે. આ દેશની અર્થવ્યવસ્થા અમેરિકામાં નિકાસ પર નિર્ભર છે. 2024માં લેસોથોએ અમેરિકામાં 240 મિલિયન ડોલરની નિકાસ કરી હતી, જેમાં મોટો હિસ્સો કપડાંનો હતો. આ ત્રણ બ્રાન્ડ્સ આ નિકાસનો 10 ટકા હિસ્સો ધરાવે છે.
આંકડાનો આધાર શું?
લેસોથો સરકારે અમેરિકાના ટેરિફને "નિંદનીય" ગણાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે લેસોથો અમેરિકી માલ પર 99 ટકા ટેરિફ લગાવે છે, પરંતુ લેસોથો સરકારે કહ્યું કે તેમને ખબર નથી કે આ આંકડો કેવી રીતે નક્કી થયો.
એક ઝાટકે બરબાદીની આશંકા
વિશ્વ બેંકે લેસોથોને નીચલા-મધ્યમ આવકવાળા દેશ તરીકે વર્ગીકૃત કર્યો છે. 2.3 મિલિયનની વસ્તી ધરાવતા આ દેશમાં અડધાથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને 25 ટકા લોકો બેરોજગાર છે. અહીંથી સૌથી વધુ નિકાસ કપડાંની થાય છે, જ્યારે હીરા અને કિંમતી પથ્થરો પણ મહત્વના છે. કપડા ઉદ્યોગ 30,000 લોકોને રોજગારી આપે છે. 50 ટકા ટેરિફથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ શકે છે, જે આ દેશને એક જ ઝટકામાં બરબાદ કરી શકે છે.
રાજકીય નિર્ણય હોવાનો દાવો
નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ પ રશાસનના ટેરિફ આર્થિક કરતાં રાજકીય પ્રેરિત છે. ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પણ કહ્યું હતું કે ભારત અમેરિકી માલ પર સરેરાશ 8 ટકા ટેરિફ લગાવે છે, જ્યારે અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લગાવ્યો છે. આ ગણતરીનો આધાર શું છે, તે હજુ સ્પષ્ટ થવાનો બાકી છે.