ક્રૂડમાં આજે સ્થાનિક બજારમાં દબાણ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળા સાથેના કારોબાર છે. ગઈકાલના ઘટાડા બાદ આજે બ્રેન્ટમાં ઉછાળો છે પરંતુ ભાવ 52 ડોલરની નીચે પહોંચી ગયા છે. એમસીએક્સ પર આજે દબાણ છે. ઉલ્લેખનીય છે કે આજે વિએનામાં OPEC અને સાથી દેશોની આજે અને આવતીકાલે બેઠક છે. 10 લાખ બેરલ પ્રતિ દિવસના કાપની અપેક્ષા બજાર રાખી રહ્યું છે. આ દરમિયાન વિવિધ બ્રોકરેજ દ્વારા ક્રૂડ પરના આઉટલૂકને પણ બદલવામાં આવ્યું છે.
નેચરલ ગેસમાં આજે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. ભાવ 136ને પાર પહોંચી ગયા છે.
બેઝ મેટલ્સમાં આજે પણ તેજી યથાવત્ છે. ઝિંકમાં સૌથી વધારે આજે તેજી જોવા મળી રહી છે. નિકલમાં પણ તેજી છે. વૈશ્વિક બજારમાં લિક્વિડિટી વધતા ભાવમાં વધારો આવ્યો છે. પરંતુ શાંઘાઈમાં ઈન્વેન્ટરી હજુ પણ વધારે છે અને ચીનના ઉત્પાદન અને બાંધકામની પ્રવૃત્તિ શરૂ નથી થઈ જેને કારણે વધુ તેજી નથી આવી રહી.
આજે NCDEXની લગભગ તમામ એગ્રી કોમોડિટીમાં ઉછાળો છે. પણ સતત કપાસિયા ખોળમાં અપર સર્કિટનો તરફનો કારોબાર જોવા મળ્યો છે. ધાણામાં સાડા ત્રણ ટકાની તેજી છે. જીરામાં પણ નીચલા સ્તરેથી ખરીદદારી આવી છે. હળદર આજે થોડું ફ્લેટ છે. રાયડો પણ બે ટકા ઉપર છે. સોયાબિન અને સોયાતેલમાં ઉછાળો છે. પરતું CPOમાં ઉપરના સ્તરેથી આજે દબાણ આવ્યું છે. એરંડામાં પણ એક ટકાની તેજી છે.