બાર્ગેન બાઈંગના કારણે સોનાની કિંમતોમાં 3%ના ઘટાડા બાદ શરીઆતી કારોબારમાં આજે રિકવરી જોવા મળી હતી, જોકે ત્યા બાદ ફરી ઘટાડો દેખાઈ રહ્યો છે, વૈશ્વિક બજારમાં કિંમતો 1465ના સ્તરની આસપાસ રહી, તો સ્થાનિક બજારમાં લગભગ એક ટકાની નરમાશ જોવા મળી રહી છે. આ સાથે જ એક સપ્તાહમાં સોનામાં લગભગ 7%નો ઘટાડો નોંધાયો.
વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો ઘટીને 11 ડૉલરના સ્તર પર પહોંચી, સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, મંદીના ભયથી LME પર કોપરની કિંમતો પર દબાણ વધારે રહેતા ભાવ 2016ના નીચલા સ્તર પર પહોંચ્યા, ઇન્ડસ્ટ્રીયલ મેટલની માગ ઘટતા બેઝ મેટલ પર દબાણ બની રહ્યું છે.
ગઈકાલના ઘટાડા બાદ ક્રૂડ ઓઈલમાં રિકવરી આવતા સ્થાનિક બજારમાં ભાવ એક ટકા વધ્યા, બ્રેન્ટના ભાવ એક ટકા વધીને 25 ડૉલરના સ્તરે રહ્યા, વાસ્વમાં વૈશ્વિક ગ્રોથની ચિંતા અને લાંબાગાળે ક્રૂડની માગ ઓછી રહેવાના અનુમાનથી કિંમતો પર દબાણ બની રહ્યું છે. તો મળતા સમાચાર મુજબ એપ્રિલમાં સાઉદી અરબ ક્રૂડનું ઉત્પાદન વધારીને 12.3 mbpd કરી શકે છે.
MCX પર નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 2 ટકાનો વધારો થતા 122ના સ્તરે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ચણામાં તેજી છે, પણ એરંડામાં એક ટકાનો ઘટાડો નોંધાયો, સાથે જ મસાલા પેક અને કૉટન પેકમાં પણ વેચવાલી જોવા મળી, જ્યારે ખાદ્ય તેલમાં ફ્લેટ કારોબાર રહ્યો, પણ સોયાબિનમાં નરમાશ જોવા મળી રહી છે.