બેઝ મેટલ્સમાં દબાણ યથાવત્ છે. નિકલમાં સાડા ત્રણ ટકાનો ઘટાડો છે. કોપરમાં પણ બે ટકા જેટલો ઘટાડો છે. ઝિકંમાં પણ એક ટકાનો ઘટાડો છે. એલ્યુમિનિયમ અને લેડમાં ઘટડો છે. કોપર 3 વર્ષના નીચલા સ્તર પર જોવા મળી રહ્યું છે.
બેઝ મેટલ્સમાં દબાણ યથાવત્ છે. નિકલમાં સાડા ત્રણ ટકાનો ઘટાડો છે. કોપરમાં પણ બે ટકા જેટલો ઘટાડો છે. ઝિકંમાં પણ એક ટકાનો ઘટાડો છે. એલ્યુમિનિયમ અને લેડમાં ઘટડો છે. કોપર 3 વર્ષના નીચલા સ્તર પર જોવા મળી રહ્યું છે.
ક્રૂડમાં ફરી આજે 7 ટકા સુધીનો ઘટાડો છે. બ્રેન્ટના ભાવ 33 ડોલરની નજીક છે અને સાડા છ ટકાના ઘટાડા સાથે એમસીએક્સ પર ક્રૂડ 2300ની આસપાસ છે. સાઉદી અરામકોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે જેના કારણે આ ઘટાડો આવ્યો છે. સઉદી અરબ સરકારે 1.3 કરોડ બેરેલ ક્રૂડનું પોડક્શન વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ક્રૂડમાં 1.2 cr બેરલનું પ્રોડક્શન થતું હોય છે.
નેચરલસ ગેસમાં આઠ ટકાનો ઘટાડો છે અને ભાવ 134ની આસપાસ છે.
એગ્રી કોમોડિટીમાં આજે વેચવાલી હાવી છે. આજે ધાણામાં સોયાબિનમાં ગુનાપ ગમમાં અને ગુવાર સીડમાં સર્કિટ લાગતી જોવા મળી છે. તો ચણામાં માગને કારણે ઘટાડો આવ્યો છે. રાયડામાં સપ્લાય વધી જતા 6 મહિનાના નીચલા સ્તરે છે.
તો CPOમાં પણ આંતરરાષ્ટ્રીય બજારને પગલે 3 મહિનાના નીચલા સ્તર જોવા મળ્યા છે. સોયાતેલમાં 5 મહિનાના નીચલા સ્તર જોવા મળ્યા છે. એરંડામાં પણ આજે ઘટાડો છે. કપાસિયા ખોળમાં પણ આજે સર્કિટના સ્તરની નજીક કારોબાર છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.