શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા નબળો થઈ 85.71 પ્રતિ ડૉલરની સામે 85.91 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, અહીં ક્રૂડ ઓઈલમાં ઉછાળો અને ડૉલર ઇન્ડેક્સમાં સુધારાથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા નબળો થઈ 85.71 પ્રતિ ડૉલરની સામે 85.91 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, અહીં ક્રૂડ ઓઈલમાં ઉછાળો અને ડૉલર ઇન્ડેક્સમાં સુધારાથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું.
ઓછી ગ્લોબલ સપ્લાઈની ચિંતા વચ્ચે USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટતા ક્રૂડમાં ઉછાળો આગળ વધ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 74 ડૉલરના સ્તર તરફ આગળ વધ્યા, તો NYMEXમાં પણ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે USએ વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર 25% ટેરિફ લગાવવાની ધમકી આપી છે, અને પહેલાથી જ ઈરાનના તેલ વેચાણ પર પ્રતિબંધો લગાવ્યા છે, આ બધાની વચ્ચે USમાં પણ ઇન્વેન્ટરી ઘટતા ઓછી સપ્લાઈની ચિંતા વધી રહી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી છે. ઓછી ગ્લોબલ સપ્લાઈની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળ્યો. વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર 25% ટેરિફ લગાવવાની USની ધમકી છે. અમેરિકાએ ઈરાનના તેલ વેચાણ પર પ્રતિબંધો લગાવ્યા છે. USની ઇન્વેન્ટરી 3.34 મિલિયન બેરલ ઘટી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ કામકાજ રહેતા કિંમતો 334ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
FY23-24માં સોનાની ચાલ
31 માર્ચથી 28 માર્ચ સુધીની ચાલ COMEX પર જોઈએ તો, 31 માર્ચ 2023 એ 1967 ડૉલરના સ્તર હતા, જે 28 માર્ચ 24ના 2232 ડૉલર થયા, એટલે ઓલમોસ્ટ 13.44%ના રિટર્ન FY 23-24માં જોયા છે. MCXની સામે વાત કરીએ તો ત્યાં રિટર્ન 13.53%ના મળ્યા છે.
સામે ચાંદીની વાત કરીએ તો, અહીં FY 23-24માં સ્થાનિક બજારમાં વધુ સારા વળતર મળ્યા છે, જ્યાં ઓલમોસ્ટ 4% સુધીના રિટર્ન MCX પર જોવા મળ્યા હતા.
પણ FY24-25ની વાત કરીએ તો અહીં, 28 માર્ચ 24ના COMEX પર સોનાની કિંમતો 2232 ડૉલરની આસપાસ હતી, જે 27 માર્ચ 2025 સુધી વધીને 3000 ડૉલરની ઉપર પહોંચતી દેખાઈ. એજ રીતે ચાંદીમાં સ્થાનિક બજારનું પ્રદર્શન સુધરતું દેખાયું, જ્યાં 31 માર્ચ 2024એ કિંમતો સ્થાનિક બજારમાં લગભગ 71, 811ના સ્તરની આસપાસ હતી, જે વધીને 28 માર્ચ 2025માં ઓલમોસ્ટ 1 લાખના સ્તરની પાસે પહોંચતી દેખાઈ છે.
સોનામાં તેજીના કારણો
ભૌગોલિક તણાવથી સપોર્ટ મળ્યો. સેફ હેવન ખરીદદારીમાં વધારો થયો છે. ટ્રમ્પ ટેરિફને લઈને બજારમાં ચિંતા થઈ. 2જી એપ્રિલથી ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ લગાવશે.
સોનાની તેજી આગળ વધતા COMEX પર ભાવ 3032 ડૉલરના સ્તર સુધી પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે પા ટકાની મજબૂતી સાથે 87,949ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. અહીં 2જી એપ્રિલથી US દ્વારા રેસિપ્રોકલ ટેરિફના ડરથી સેફ હેવનનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
સોનામાં કારોબાર
કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે છે. માર્ચ 2025માં COMEX પર $3,057/ઔંસના સ્તર જોયા. 2જી એપ્રિલથી US દ્વારા રેસિપ્રોકલ ટેરિફના ડરથી સપોર્ટ છે. આ સપ્તાહે US ફેડના અધિકારીઓના ભાષણ પર બજારની નજર રહેશે.
ચાંદીમાં પણ મજબૂતી યથાવત્ રહેતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલર તરફ આગળ વધતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 99,716ના સ્તરની પાસે કામકાજ જોવા મળ્યું હતું.
બેઝ મેટલ્સમાં સ્થાનિક કરતા વૈશ્વિક બજારમાં એક્શન વધારે છે, જ્યાં COMEX પર કોપરમાં રેકોર્ડ ઉપલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે, અહીં US કોપરની આયાત પર 25% ટેરિફ લગાવી શકે તેવા ડરથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ હવે બજારની નજર 2જી એપ્રિલએ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફને લઈ શું જાહેરાત કરવામાં આવે છે તેના પર બનેલી છે.
કોપરમાં કારોબાર
COMEX પર કિંમતો રેકોર્ડ ઉપલા સ્તરે પહોંચી. US કોપરની આયાત પર 25% ટેરિફ લગાવી શકે છે. અમેરિકા તેની જરૂરિયાતના લગભગ 50% આયાત કરે છે. US કોપરની આયાત સરેરાશ માસિક 70,000 ટન સામે 5,00,000 ટન છે.
શુગર પર ફોકસ, કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી, ભારત તેની 10 લાખ ટન નિકાસને મર્યાદિત અથવા સ્થગિત કરે તેવી અપેક્ષા ઓછી, સારી વાવણીથી બ્રાઝિલમાં 2025-26 માટે શુગર આઉટલૂક સુધર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.