શરૂઆતી કારોબારમાં રૂપિયો 14 પૈસા મજબૂત થઇને ₹85.45 ડૉલરની સામે ₹85.31 ડૉલર પર ખૂલ્યો. ડૉલર ઇન્ડેક્સમાં હજૂ પણ 100ની નીચે કારોબાર યથાવત્ છે. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે રૂપિયાને સતત સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં રૂપિયો 14 પૈસા મજબૂત થઇને ₹85.45 ડૉલરની સામે ₹85.31 ડૉલર પર ખૂલ્યો. ડૉલર ઇન્ડેક્સમાં હજૂ પણ 100ની નીચે કારોબાર યથાવત્ છે. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે રૂપિયાને સતત સપોર્ટ મળી રહ્યો છે.
તો આ તરફ સોનામાં રેકોર્ડ સ્તરથી ઘટાડો યથાવત્ છે. કોમેક્સ આજે સોનાના ભાવમાં લગભગ એક ટકાનો ઘટાડો આવતા 3300ના સ્તરની નીચે જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે ગ્લોબલ ટ્રેડની ચિંતાના કારણે સોનાની કિંમતોને સતત અસર જોવા મળી રહી છે.
તો સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં સોનામાં અડધા ટકાથી વધારેનો ઘટાડો દેખાઇ રહ્યો છે. તો વૈશ્વિક બજારમાં પણ લગભગ એક ટકાના ઘટાડા સાથે 33 ડૉલરની નીચે કારોબાર નોંધાયો છે.
તો મેટલ ઇન્ડેક્સમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં કોપર અને ઝિંકમાં લાલ નિશાનમાં કારોબાર થઇ રહ્યો છે. તો સામે એલ્યુમિનિયમ અને લેડમાં ખરીદદારી જોવા મળી રહી છે. ચીનમાં કોપર ઇન્વેન્ટરીમાં સાપ્તાહિક 54,850 ટનનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે કોપરની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે કોપર ખરીદીની તકના કારણે શાંઘાઈ ઇન્વેન્ટરીઝમાં પણ ગયા મહિનામાં 50%નો ઘટાડો નોંધાયો છે.
ક્રૂડની કિમતોનો ઘટાડો આજે અટકતો દેખાયો છે. બ્રેન્ટનો ભાવ 67 ડૉલર પાર પહોંચ્યો છે. તો સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથે 5400ને પાર નિકળ્યો છે. હવે આગળ 5 મેથી OPEC+ સપ્લાઇ વધારવાના સમાચાર પણ સામે આવ્યા છે. તો સાથે જ પોલિટબ્યુરોની બેઠકમાં ચીને ઘણા મહત્વના નિર્ણય લીધા છે. તેના પર પણ બજારનું ફોકસ છે.
એશિયામાં ક્રૂડના ભાવમાં વધારો થયો. પોલિટબ્યુરોની બેઠકમાં ચીને ઘણા મહત્વના નિર્ણય લીધા. નોકરીઓ સ્ટેબલ કરવા, બેરોજગારી વીમા ફંડ વધારવાનો નિર્ણય કર્યો છે. US-ચીન વચ્ચે ટ્રેડને લઇને વાટાઘાટો પર અનિશ્ચિતતા છે. ઈરાનના પોર્ટ અબ્બાસ બંદર પર વિસ્ફોટ કર્યો. 5 મેથી OPEC+ સપ્લાઇ વધારશે.
તો આ તરફ નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે. સ્થાનિક બજારમાં એક ટકાની તેજી સાથે ભાવ 270ના સ્તરની નજીક જોવા મળ્યો.
એગ્રી કૉમોડિટીમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. મસાલાઓનો સ્વાદ ફિક્કો પડ્યો. પરંતુ ગુવાર પેકમાં ખરીદદારી આવી. તો કપાસિયા ખોળ એક ટકાનો ઘટાડો તો એરંડામાં પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.