કોમોડિટી લાઇવ: સોનુ-ચાંદી ફરી નવા રેકોર્ડ પર, ક્રૂડમાં વેચવાલી, બ્રેન્ટ 63 ડૉલરની નીચે | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોનુ-ચાંદી ફરી નવા રેકોર્ડ પર, ક્રૂડમાં વેચવાલી, બ્રેન્ટ 63 ડૉલરની નીચે

સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. COMEX પર 4230 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો. US ફેડ તરફથી વધુ વ્યાજ દર કાપના સંકેતો મળતા સપોર્ટ મળ્યો. US-ચાઈના વચ્ચે તણાવ વધતા સેફ હેવન ડિમાન્ડ વધી. US સરકારમાં શટડાઉનના કારણે સોનાને સપોર્ટ મળ્યો.

અપડેટેડ 11:59:21 AM Oct 16, 2025 પર
Story continues below Advertisement
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયાની તેજી આગળ વધતા ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 88.08 પ્રતિ ડૉલરની સામે 87.81 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં US સરકારમાં શટડાઉનના કારણે ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી, અને ક્રૂડની કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી હોવાથી પણ રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો છે.

સોનાની તેજી આગળ વધતા COMEX પર ભાવ 4230 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 28 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો..US-ચાઈના વચ્ચે તણાવ વધતા અને ફેડ તરફથી વ્યાજ દરમાં કાપની સંભાવના વધતા અહીં સપોર્ટ મળી રહ્યો છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. COMEX પર 4230 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો. US ફેડ તરફથી વધુ વ્યાજ દર કાપના સંકેતો મળતા સપોર્ટ મળ્યો. US-ચાઈના વચ્ચે તણાવ વધતા સેફ હેવન ડિમાન્ડ વધી. US સરકારમાં શટડાઉનના કારણે સોનાને સપોર્ટ મળ્યો.


ચાંદીમાં પણ મજબૂતી આગળ વધતી દેખાઈ, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ઓલ ટાઈમ હાઈ 53 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 1 લાખ 64 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ભાવમાં સતત તેજીના કારણે ચાંદીની સપ્લાઈ પર અસર જોવા મળી, સોનાના વધતા ભાવવના કારણે લોકો ચાંદી તરફ રોકાણ માટે વળી રહ્યા છે, જેથી ઓછી સપ્લાઈ અને વધુ માગની સ્થિતીએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જોકે MCXએ ચાંદી પર 2 ટકાના વધારેના માર્જિન લગાવ્યા જે આવતીકાલથી લાગૂ થતા દેખાશે.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો કિંમતો નવા રેકોર્ડ સ્તરે પહોંચતી દેખાઈ. વૈશ્વિક બજારમાં ભાવ 3 ટકા વધી 53 ડૉલરને પાર રહ્યો. ગ્લોબલ સપ્લાઈની અછતના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. લંડનમાં ટૂંકાગાળાના ઘટાડાને કારણે લીઝ દર 30%થી વધુ વધ્યા. ભારતથી વધતી માગના કારણે સપ્લાઈ પર વધુ દબાણ રહ્યુ. ભારતમાં ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના સિલ્વર ETF FoF માં રોકાણ અટકાવ્યું.

બેઝ મેટલ્સમાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં પોઝિટીવ સંકેતો મળ્યા હતા, જ્યાં ઝિંકમાં સૌથી સારી રિકવરી જોવા મળી, જોકે US તરફથી ચાઈના પર વધુ ટેરિફ લાગવાના ડરથી વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું.

કોપરમાં કારોબારની વાત કરીએ તો US ફેડ તરફથી ડૉવિશ કમેન્ટ્રીના કારણે ફ્યૂચર્સમાં ભાવ ઘટ્યા. પોવેલે USમાં વધુ વ્યાજ દર ઘટાડાની અપેક્ષાને મજબૂત બનાવી. ચાઈના તરફથી વધુ રાહત પેકેજ મળવાની આશા છે. ચીલી અને ઇન્ડોનેશિયાથી આઉટપુટ અટકતા ગ્લોબલ પ્રોડક્શન પર અસર રહેશે.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલનો ઘટાડો આગળ વધતા કિંમતો 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી, બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 58 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. USમાં સતત ત્રીજા સપ્તાહે ક્રૂડની ઇન્વેન્ટરી વધતા કિંમતો પર અસર જોવા મળી, આ સાથે જ ટ્રમ્પનું કહેવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા તરફથી ઓઈલની ખરીદી ન કરવા માટે સમંત થયા છે, યુદ્ધ પુર્ણ થયા બાદ ભારત ફરી રશિયાથી ઓઈલની ખરીદી શરૂ કરી શકે છે.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા. USમાં સતત ત્રીજા સપ્તાહે ક્રૂડની ઇન્વેન્ટરી વધી.

ભારત પર બોલ્યા ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે નહીં. PM મોદીએ ખાતરી આપી છે. PM મોદીએ કહ્યું કે ખરીદી તાત્કાલિક બંધ કરી શકાતી નથી. PM મોદીએ કહ્યું કે પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે. ચાઇનાએ પણ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ વધીને 267ના સ્તર પાસે પહોંચતી દેખાઈ હતી.

Gold Rate Today: સોનાના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે 22 કેરેટનો ભાવ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2025 11:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.