શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 294ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 88.80 પ્રતિ ડૉલરની સામે 88.74 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ફેડની મિનિટ્સમાં વ્યાજ દરમાં ઘટાડા અંગે અધિકારીઓમાં મતભેદ થવાથી અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ માટે કરાર થવાથી ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી.
ફેડ મિનિટ્સ જાહેર
વ્યાજ દરમાં ઘટાડા અંગે અધિકારીઓમાં મતભેદ છે. કેટલાક અધિકારીઓ દર ઘટાડાને સમર્થન રહ્યુ. 19 માંથી સાત અધિકારીઓ 2025માં વધુ દર ઘટાડા ઇચ્છતા નથી. મોટાભાગના અધિકારીઓ 0.25% દર ઘટાડાને સમર્થનમાં છે. 29 ઓક્ટોબરે વ્યાજ દર અંગે નિર્ણય લેશે.
સતત તેજી બાદ સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવી, જ્યાં comex પર ભાવ ઘટીને 4000 ડૉલરની પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં રૂપિયામાં મજબૂતીના કારણે આશરે અડધા ટકા કિંમતો ઘટીને 1 લાખ 22 હજારની પાસે આવતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે ગઈકાલે સ્થાનિક બજારમાં સોનામાં 1 લાખ 25 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ભૌગોલિક તણાવ ઓછો થતા અને USમાં વ્યાજ દર કાપને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.
ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી દબાણ બન્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 48 ડૉલરની પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે કિંમતો 1 લાખ 48 હજારના સ્તર તરફ ઘટતી જોવ મળી હતી. અહીં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું હતું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ નબળા ડૉલરનો બેઝ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે.
ગાઝા peace પ્રોગરેસ અને USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી, જ્યાં બ્રેન્ટમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 65 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી રહી, સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. EIA મુજબ USમાં સતત બીજા સપ્તાહે ઇન્વેન્ટરીમાં વધારો નોંધાયો છે, જેમાં 3 ઓક્ટોબર સુધી US ઇન્વેન્ટરી 3.7 મિલિયન bblથી વધી, જેની અસર કિંમતો પર દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 294ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ.