કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી, સપ્લાઈની ચિંતાએ ક્રૂડમાં તેજી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી, સપ્લાઈની ચિંતાએ ક્રૂડમાં તેજી

સરકારે કાચા ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી 10% કરી. કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે પગલું લીધું. નવા દરો તાત્કાલીક અસરથી લાગૂ થશે. પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થશે. ખાદ્ય તેલોની રિટેલ કિંમતોમાં ઘટાડા માટે ડ્યૂટીમાં કાપ મૂક્યો. ભારતમાં ખાદ્ય તેલોની સ્થાનિક માગના 50%થી વધારાની આયાત થાય છે.

અપડેટેડ 12:02:49 PM Jun 03, 2025 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેલની કિંમતો આશરે 1 ટકાથી વધુ વધીને 318ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈ 85.38 પ્રતિ ડૉલરની સામે 85.53 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. કરન્સી બજારમાં કારોબારમાં ડૉલર ઇન્ડેક્સમાં નોંધાયો ઘટાડો. 99ના સ્તરની નીચે ડૉલર ઇન્ડેક્સ પહોંચ્યો. 3 વર્ષના નીચલા સ્તરની નજીક ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર છે.

USમાં મેન્યુફેક્ચરિંગ ઘટ્યું

મેન્યુફેક્ચરિંગ PMI સતત ત્રીજા મહિને ઘટ્યું. ચીન સાથે કરાર નહીં થવા પર કાગળ ઉદ્યોગે વ્યક્ત કરી ચિંતા. જો કરાર નહીં થાય, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે.


સોનામાં ગઈકાલની તેજી બાદ ઉપલા સ્તરેથી મામુલી નરમાશ રહી, તેમ છતા COMEX પર ભાવ 3360 ડૉલરની પાસે જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં 96,700ને પાર કારોબાર જોવા મળ્યો હતો. ગઈકાલે ડૉલર ઇન્ડેક્સમાં 3 વર્ષના નીચલા સ્તરે કારોબાર હોવાથી સોનાને સપોર્ટ મળ્યો હતો, જેના કારણે કિંમતોમાં આશરે 2.5 ટકાની તેજી જોવા મળી હતી, પણ ત્યાર બાદ નફાવસુલીનું દબાણ ઉપલા સ્તરેથી જોવા મળ્યું.

સોનામાં કારોબાર

ગઈકાલે કિંમતો આશરે 2.5 ટકા વધી હતી. આજે ઉપલા સ્તરેથી COMEX પર કિંમતો તૂટી. COMEX પર સોનામાં 3360 ડૉલરની પાસે કારોબાર રહ્યા. ગઈકાલે વૈશ્વિક બજારમાં ભાવ 3400 ડૉલર સુધી પહોંચ્યા હતા. રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધતા કિંમતો પર અસર રહેશે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર અનિશ્ચિતતા ફરી વધી.

ચાંદીમાં પણ ગઈકાલના ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, તેમ છતા અહીં પણ વૈશ્વિક બજારમાં 34 ડૉલરના સ્તર જળવાતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 1 લાખ સુધી કિંમતો જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે ગઈકાલે વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 5 ટકા વધતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, જ્યાં સૌથી વધારે દબાણ એલ્યુમિનિયમ અને કોપરમાં જોવા મળ્યું હતું, જોકે વૈશ્વિક બજારમાં વિપરીત કારોબાર સાથે કોપરના ભાવ આશરે 5 ટકા વધ્યા હતા, અહીં કોપર ઇમ્પોર્ટ પર US ટેરિફ લગાવે તેવી સંભાવનાઓના કારણે કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો..આ સાથે જ ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ પર ટેરિફ વધારી બમણા કર્યા છે જેની અસર પણ મેટલ્સની કિંમતો પર દેખાઈ રહી છે.

કોપરમાં કારોબાર

ગઈકાલે ફ્યૂચર્સમાં ભાવ આશરે 5 ટકા વધ્યા હતા. કોપરની આયાત પર US ટેરિફની શક્યતા. US કોપરના ભાવ લંડનના ભાવ કરતાં 10% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

ટેરિફ વૉર યથાવત્

ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ પર ટેરિફ બમણા કર્યા. ઇમ્પોર્ટ પર ટ્રેરિફ 25% થી વધારી 50% કર્યા. 4 જૂનથી લાગૂ નવા ટેરિફ થશે. UK, કેનેડા, મેક્સિકોના રાહત પર સ્પષ્ટતા નહીં. અમેરિકા પર કાઉન્ટર પગલા માટે તૈયાર છે. 14 જુલાઈથી US પર કાઉન્ટર મેઝર શક્ય છે.

ક્રૂડ ઓઈલમાં તેજી આવતા બ્રેન્ટના ભાવ આશરે અડધા ટકાથી વધુ વધીને 64 ડૉલરને પાર પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી, અહીં રશિયા-યુક્રેન વચ્ચેની વાતચીતમાં કોઇ ઉકેલ ન આવતા અને જુલાઈ માટે OPEC+ દ્વારા આઉટપુટ વધારાનો નિર્ણય યથાવત્ રાખવાના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

સતત બીજા દિવસે બ્રેન્ટની કિંમતોમાં મજબૂતી. રશિયા-યુક્રેન વચ્ચેની વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. OPEC+ જુલાઈમાં ઉત્પાદન વધારો 411k bpd પર જાળવી રાખશે. ઈરાન અમેરિકાના પરમાણુ કરારના પ્રસ્તાવને નકારવા તૈયાર છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેલની કિંમતો આશરે 1 ટકાથી વધુ વધીને 318ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી હતી.

આયાત ડ્યૂટીમાં ઘટાડો

સરકારે કાચા ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી 10% કરી. કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે પગલું લીધું. નવા દરો તાત્કાલીક અસરથી લાગૂ થશે. પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થશે. ખાદ્ય તેલોની રિટેલ કિંમતોમાં ઘટાડા માટે ડ્યૂટીમાં કાપ મૂક્યો. ભારતમાં ખાદ્ય તેલોની સ્થાનિક માગના 50%થી વધારાની આયાત થાય છે.

મહારાષ્ટ્રમાં વધી પ્રી-મોનસૂન દાળની વાવણી

કુલ વાવણીમાં 38.98%નો વધારો. અડદની વાવણીમાં સૌથી વધારે ઉછાળો. મગની વાવણીમાં પણ 73.55%નો વધારો. અન્ય દાળની વાવણી પણ 109.41% વધી.

તુવેર દાળની સરકારી ખરીદી

સરકારે હાલ સુધી કુલ 5.62 લાખ ટન તુવેરની ખરીદી કરી. સરકારે કુલ સરકારી લક્ષ્યના 42.37% ખરીદદારી કરી છે. ખેડૂતોને સારી કિંમતો આપવા અને બજારમાં સ્થિરતા માટે ખરીદદારી કરી. સરકારી ખરીદદારીથી તુવેર દાળની ઉપલબ્ધતા વધશે.

Gold Rate Today: આજે 03 જૂન મંગળવારના મોંઘુ થયુ સોનું, જાણો તમારા શહેરમાં શું છે રેટ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 03, 2025 12:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.