શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 89.27 પ્રતિ ડૉલરની સામે 89.21 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો સોનાની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. 2025માં હાલ સુધી આશરે 60%નો વધારો નોંધાયો. 1979 બાદથી સૌથી સારૂ વાર્ષિક પ્રદર્શન જોવા મળ્યું. USમાં વ્યાજ દરને લઈ અનિશ્ચિતતાના કારણે વોલેટાલિટી રહી.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો તેની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરેથી તૂટી. વૈશ્વિક બજારમાં ભાવ 52 ડૉલરની ઘણી પાસે આવ્યા. USના આર્થિક આંકડા પર બજારની નજર રહેશે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરાર થવાની આશાએ કિંમતો ઘટી. આ સપ્તાહના અંતે OPEC+ની બેઠક પર નજર રહેશે. સતત ચોથા મહિને ક્રૂડમાં દબાણ રહેશે.
શુગરની કિંમતો પર ફોકસ, ફ્યૂચર્સમાં ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા, 2025-26માં ભારત 1.5 મિલિયન ટનની નિકાસ કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.