સોનામાં કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 3400 ડૉલરની નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 95,800ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. EU પર US દ્વારા ટેરિફમાં વિલંબથી કિંમતોમાં નરમાશ જોવા મળી હતી.
આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી ઉપરાંત દમણ અને દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત થઈ 85.21 પ્રતિ ડૉલરની સામે 85.05 પ્રતિ ડૉલર પર ખૂલ્યો.જોકે ત્યાર બાદ સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં ડૉલર ઇન્ડેક્સ 99ના સ્તરની નીચે આવ્યો હોવાથી રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો હતો. ભારતીય રૂપિયો 12 પૈસા વધીને 85.09 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 85.21 ના સ્તર પર બંધ થયો હતો.
સોનામાં કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 3400 ડૉલરની નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 95,800ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. EU પર US દ્વારા ટેરિફમાં વિલંબથી કિંમતોમાં નરમાશ જોવા મળી હતી.
કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. અમેરિકાએ EU પર ટેરિફમાં વિલંબ કર્યો. ગયા અઠવાડિયે એપલ પરના ટેરિફથી વધારો થયો હતો. US સરકારના દેવાને લઈ ચિંતામાં વધારો થયો. એપ્રિલમાં ચીનની સોનાની આયાત 11 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ ફ્લેટ ટૂ નેગેટીવ રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ દબાણ સાથે 97,900ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં નરમાશ રહી, જ્યારે ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે અને ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ વૈશ્વિક બજારમાં કોપરની કિંમતોને સપોર્ટ મળતા ત્યાં પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડમાં શુક્રવારની તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYEMX ક્રૂડમાં 61 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે 9 જુલાઈ સુધી EU પર 50% ટેરિફ મુલતવી રાખવાની જાહેરાત કરી હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તે સાથે જ પશ્ચિમ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા પણ ક્રૂડમાં તેજી જોવા મળી રહી છે.
શુક્રવારની તેજી આગળ વધતી દેખાઈ. બ્રેન્ટમાં 65 ડૉલરની પાસે નોંધાયો કારોબાર. ટ્રમ્પે 9 જુલાઈ સુધી EU પર 50% ટેરિફ મુલતવી રાખી. પશ્ચિમ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા સપોર્ટ થયો. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે તણાવ વધવાની આશંકાએ સપોર્ટ છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા વધીને 282ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી.
કેરળમાં અનુમાન કરતા લગભગ 8 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે, તે સાથે જ મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ ગુજરાતમાં છ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બન્યું હોવાથી ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી ઉપરાંત દમણ અને દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થંટરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે.
જીરાનું ઉત્પાદન ઘટવાનો અંદાજ
2024-25માં ભારતમાં જીરાનું ઉત્પાદન ઘટી શકે છે. વાવણી ક્ષેત્રમાં ઘટાડો અને ખરાબ હવામાનની અસર સંભવ છે. આ વર્ષે જીરાનું ઉત્પાદન 65 થી 90 લાખ બેગ સંભવ છે. 2023-24માં જીરાનું ઉત્પાદન 1.15 કરોડ બેગ હતું.
મસાલાની નિકાસ
ભારતથી દર વર્ષે 15 લાખ ટન મલાસાની નિકાસ થાય છે. દર વર્ષે સરેરાશ $4.5 બિલિયનના મસાલાની નિકાસ થાય છે. ભારતમાં તૈયાર થતા 85% મસાલાનો ઉપયોગ સ્થાનિક સ્તરે થાય છે.