કોમોડિટી લાઈવ: MCX પર સોનું ઓલ ટાઈમ હાઈ પર, ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઈવ: MCX પર સોનું ઓલ ટાઈમ હાઈ પર, ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી

ચાંદીમાં પણ મજબૂતી સાથે સ્થાનિક બજારમાં 95,682ના સ્તરની પાસે કારોબાર રહ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં 32 ડૉલરની ઉપર કામકાજ થઈ રહ્યું છે.

અપડેટેડ 01:52:58 PM Apr 21, 2025 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે દોઢ ટકાના ઘટાડા સાથે 272ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 85.37 પ્રતિ ડૉલરની સામે 85.10 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં....ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા સોનામાં સ્થાનિક બજારમાં રેકોર્ડ સ્તરની પાસે નોંધાયો કારોબાર, જ્યાં MCX પર 96,747 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કિંમતો પહોંચતી દેખાઈ, તો COMEX પર 3381 ડૉલરના સ્તરની પાસે કામકાજ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ભાવ $3,375 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા. ડૉલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તર 99ના લેવલની નીચે પહોંચ્યો. ટ્રમ્પે ક્રિટીકલ મિનરલ્સ આયાતની તપાસનો આદેશ આપ્યો. યુરોપિયન યુનિયનના વ્યાજ દરમાં ઘટાડાથી સોનાની ખરીદીમાં વધારો થયો. પૉવેલ પર ટ્રમ્પના નિવેદનના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો.


ચાંદીમાં પણ મજબૂતી સાથે સ્થાનિક બજારમાં 95,682ના સ્તરની પાસે કારોબાર રહ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં 32 ડૉલરની ઉપર કામકાજ થઈ રહ્યું છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમમાં નરમાશ જોવા મળી હતી, પણ કોપર અને ઝિંકમાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો, જોકે વૈશ્વિક બજારથી કોઈ મોટા પોઝિટીવ સમાચાર નથી જોવા મળ્યા.

ક્રૂડમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા ભાવ 3 સપ્તાહના ઉપલા સ્તરેથી તૂટ્યા, જ્યાં બ્રેન્ટમાં 67 ડૉલરની નીચે કિંમતો પહોંચી, તો NYMEX ક્રૂડમાં આશરે દોઢ ટકાથી વધનું દબાણ રહ્યું, અહીં US અને ઇરાન વચ્ચે વાતચીત શરૂ થતા સપ્લાઈની ચિંતા ઘટી હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, હવે બજારની નજર જાપાન અને EU સાથે USની ટ્રેડ ડીલ પર બનેલી છે.

કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. બ્રેન્ટના ભાવ 67 ડૉલરની નીચે પહોંચ્યા. ગત સપ્તાહે ગુરૂવારે કિંમતો 3 ટકા વધી હતી. US અને ઇરાન વચ્ચે વાતચીત શરૂ થતા સપ્લાયની ચિંતા ઘટી. ગુરૂવારે USએ ઇરાનના ઓઈલ એક્સપોર્ટ પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. શનિવારે US-ઈરાન પરમાણુ કરારનું માળખું બનાવવા સંમત થયા. જાપાન અને EU સાથે US ટ્રેડ ડીલ પર બજારની નજર રહેશે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે દોઢ ટકાના ઘટાડા સાથે 272ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર સંકેતો, જ્યાં જીરા અને હળદરમાં નરમાશ, જોકે ગુવારપેકમાં ફ્લેટ કારોબાર, પણ કપાસિયા ખોળમાં પા ટકાથી વધુની મજબૂતી.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 21, 2025 1:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.