શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 87.07 પ્રતિ શેરની સામે 87.03 પ્રતિ શેર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 87.07 પ્રતિ શેરની સામે 87.03 પ્રતિ શેર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં ગઈકાલના નીચલા સ્તરેથી સુધારો આવતા comex પર ભાવ 3340 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 99,112ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો..અહીં ફેડની મિનિટ્સ જાહેર થયા બાદ અને ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે કિંમતોમાં રિકવરી જોવા મળી છે.
ચાંદીમાં પણ થોડી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરની નજીક પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 12 હજાર 600ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
MCXએ નિકલ વાયદામાં અમુક ફેરફાર કરીને આ વાયદો લોન્ચ કર્યો છે. જેમાં ટ્રેડિંગ યૂનિટ, ડિલિવરી સેન્ટર અને એક્સપાયરી ડેટ સહિતમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે.
બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મિશ્ર કારોબાર રહ્યો પણ વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમમાં 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે USએ ધાતુઓ ધરાવતા 400 વધુ ઉત્પાદનો પર ટેરિફ વધાર્યો હોવાથી મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી રહી છે.
એલ્યુમિનિયમમાં કારોબારની વાત કરીએ તો કિંમતો 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી. USએ ધાતુઓ ધરાવતા 400 વધુ ઉત્પાદનો પર ટેરિફ વધાર્યો.
ક્રૂડ ઓઈલમાં આશરે 2 ટકાનો ઉછળો નોંધાયો, જ્યાં બ્રેન્ટના ભાવ 67 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુની ખરીદદારી સાથે 63 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટતા કિંમતો પર અસર જોવા મળી રહી છે..તે સાથે જ 2025માં હાલ સુધી વધુ સપ્લાઈના કરાણે કિંમતો ઉપલા સ્તરેથી આશરે 10% તૂટતી જોવા મળી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં રાતોરાત આશરે 2 ટકાનો ઉછાળો નોંધાયો. US ક્રૂડની ઇન્વેન્ટરી 6 મિલિયન બેરલથી ઘટી 420.7 મિલિયન બેરલ થઈ. 2025માં હાલ સુધી વધુ સપ્લાઈના કારણે કિંમતો 10% તૂટી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 240ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટીમાં મિશ્ર કારોબાર, મસાલા પેકમાં માત્ર જીરા પોઝિટીવ, જ્યારે ગુવાર પેકમાં આવી વેચવાલી, પણ એરંડા અને કપાસિયા ખોળમાં મજબૂતી જોવા મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.