શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87.35 પ્રતિ ડૉલરની સામે 87.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87.35 પ્રતિ ડૉલરની સામે 87.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી વધતી દેખાઈ, જ્યાં comex પર ભાવ 3350 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં મામુલી વેચવાલી જોવા મળી હતી. રશિયા-યુક્રેન યુદ્ધને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોમાં દબાણ બની રહ્યું છે, બજારની નજર હવે જેરોમ પૉવેલના ભાષણ પર બનેલી છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં દબાણ આગળ વધ્યું. રશિયા-યુક્રેન યુદ્ધને લઈ અનિશ્ચિતતાએ કિંમતો પર અસર રહેશે. ફેડ ચેરમેન પૉવેલના ભાષણ પહેલા સોનામાં સુસ્તી. બજારમાં USમાં સપ્ટેમ્બરમાં 25bpsના કાપની 83% આશા છે.
ચાંદીમાં પણ દબાણ વધતા શરૂઆતી કારોબારમાં અહીં પણ વેચવાલી રહી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 14 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં 38 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો.
ચાઈનાના નબળા આર્થિક આંકડાઓના કારણે બેઝ મેટલ્સમાં વેચવાલી આજે પણ યથાવત્ રહી, જ્યાં આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સ ઘટ્યા. વૈશ્વિક બજારમાં પણ કિંમતોમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ચાઈનાના નબળા આર્થિક આંકડાઓના કારણે કિંમતો ઘટી. સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં વેચવાલી જોવા મળી. જુલાઈમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માસિક ધોરણે ઘટ્યું. ચાઈનાના રિટેલ સેલ્સમાં પણ નોંધાયો ઘટાડો. MoM ધોરણે ચાઈનાના ન્યૂ હોમ પ્રાઈસ 0.3% ઘટ્યા.
ક્રૂડ ઓઈલમાં પણ દબાણ વધતા બ્રેન્ટના ભાવ આશરે અડધા ટકાથી વધારે ઘટીને 66 ડૉલરની પાસે પહોંચ્યા, જ્યાપે nymex ક્રૂડમાં 63 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. અને સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી નોંધાઈ, ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટમાં હાલ સુધી કિંમતો આશરે 9 ટકા જેટલી તૂટી ચુકી છે, ટ્રમ્પ અને જેલેન્સ્કી વચ્ચેની બેઠકના આઉટકમ પર બજારની નજર બનેલી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. બ્રેન્ટમાં 66 ડૉલરની પાસે નોંધાયો કારોબાર. NYMEX ક્રૂડમાં પણ આશરે અડધા ટકાની વેચવાલી જોવા મળી. ઓગસ્ટમાં હાલ સુધી કિંમતો આશરે 9 ટકા જેટલી ઘટી. ટ્રમ્પ અને જેલેન્સ્કી વચ્ચેની બેઠકના આઉટકમ પર બજારની નજર રહેશે. OPEC+ તરફથી ઓઈલ આઉટપુટમાં વધારાની અસર રહેશે.
સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની વેચવાલી આવતા ભાવ 252ના સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા. સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી કપાસની આયાત પરનો ટેક્સ નાબૂદ કર્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.