નેચરલ ગેસમાં પણ સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકાથી વધારે ઘટીને 253ના સ્તરની નીચે જોવા મળ્યો.
USના ટેરિફના માર વચ્ચે ટેક્સટાઇલ સેક્ટરને સરકાર તરફથી મોટી રાહત મળી છે. કૉટન પર ઇમ્પોર્ટ ડ્યુટીની મર્યાદા 3 મહિના વધારી દેવામાં આવી છે. હવે ડિસેમ્બર સુધી કૉટન પર ઇમ્પોર્ટ ડ્યુટી પર છૂટ મળશે. આના પર વધુ ચર્ચા કરવા આપણી સાથે કૉટન એસોશિએસન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અતુલ ગણાત્રાસ જોડાઇ ગયા છે.
કૉટન પર રાહત
31 ડિસેમ્બર 2025 સુધી કૉટન પર કોઈ ઇમ્પોર્ટ ડ્યુટી નહીં. ટેક્સટાઇલ સેક્ટર માટે રાહતના સમાચાર આપ્યા છે. સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી પર છૂટની મર્યાદા વધારી. કૉટન ઇમ્પોર્ટ ડ્યુટી પર છૂટની મર્યાદા 31 ડિસેમ્બર 2025 સુધી છે. આ પહેલા કૉટન ઇમ્પોર્ટ પર છૂટ 30 સપ્ટેમ્બર સુધી હતી.
રૂપિયો આજે 16 પૈસા નબળો થઇને 87.68/$ની સામે 87.52/$ પર ખુલ્યો. ડૉલર ઇન્ડેક્સમાં ફરી 99ની નીચે કારોબાર થતા રૂપિયાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે.
2 સપ્તાહની ઉંચાઇ ભાવ પહોંચ્યા બાદ સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું. ડૉલર ઇન્ડેક્સ ઉપલા સ્તરેથી ઘટતા સોનામાં મામુલી વેચવાલી જોવા મળી. પરંતુ કોમેક્સ પર ભાવ 3390ના સ્તરની નજીક જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાના ઘટાડા સાથે 101400ના સ્તરની નીચે કારોબાર નોંધાયો.
સોનામાં કારોબાર
2 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા ભાવ. ટ્રમ્પે ફેડ રિઝર્વના ગવર્નર લિસા કૂકને પદ પરથી હટાવવાનો કર્યો પ્રયાસ. જુલાઈમાં હોંગકોંગ દ્વારા ચીનની સોનાની ઇમ્પોર્ટ 126.8% વધીને 43.93 ટન થઈ. ચીનની સેન્ટ્રલ બેન્કે જુલાઈમાં નવમા મહિને પણ સોનાના રિઝર્વમાં વધારો કર્યો. વિયેતનામ કમર્શિયલ બેન્કોને લાઇસન્સ આપશે, સોનાના બારનું ઉત્પાદન, વેપાર અને સંચાલન કરવા માટે બિઝનેસમાં મદદ છે.
તો ચાંદીમાં પણ કિંમત એક મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી... જ્યાં કોમેક્સ પર ભાવ 39 ડૉલરની નજીક જોવા મળી. તો સ્થાનિક બજારમાં 116000ના સ્તરને પાર કારોબાર નોંધાયો.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો એક મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો ભાવ. ચીનમાં ફોટોવોલ્ટેઇક સેક્ટરથી મજબૂત ડિમાન્ડ છે. 2025ના H1માં ચીનના સોલાર સેલની એક્સપોર્ટમાં 70%થી વધુનો ઉછાળો છે. ચીને મે મહિનામાં 93 GWથી વધુ સોલર કેપેસિટી ઇન્સોટલ્ડ કરી.
આગળ વધીએ તો બેઝ મેટલ્સમાં આજે પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. નબળા ડોલર અને દર ઘટાડાની અપેક્ષાથી LME પર કોપરની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં કોપરમાં લગભગ એક ટકાની તેજી નોંધાઇ. તો અન્ય મેટલ્સમાં પણ પોઝિટીવ કારોબાર જ નોંધાયો.
નિકલમાં કારોબાર
ફ્યુચર્સનો ભાવ $15,300/t ની નજીક પહોંચ્યો. ઇન્ડોનેશિયાના દાનંતારાએ નિકલ પ્રોસેસિંગ હબ વિકસાવવા માટે કર્યા કરાર. દાનંતારાએ નિકલ પ્રોસેસિંગ હબ માટે ચીનના GEM સાથે કરાર કર્યો.
કોપરમાં કારોબાર
નબળા ડોલર અને દર ઘટાડાની અપેક્ષાથી LME પર કોપરમાં ઉછાળો કર્યો.
તો ભારત અને US વચ્ચે વધી રહેલા તણાવને કારણે ક્રૂડની કિંમતોમાં નરમાશ જોવા મળી. જ્યાં બ્રેન્ટનો ભાવ ફરી 68 ડૉલરની નીચે આવ્યો. તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો. તો ભારત, અમેરિકાની માંગની ચિંતાને કારણે NYMEX ક્રૂડમાં પણ ઘટાડો નોંધાયો. ઉલ્લેખનિય છે કે રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખવાથી USએ ભારત પર ટેરિફ વધારીને 50% કર્યો છે.
ક્રૂડમાં કારોબાર
ભારત, અમેરિકાની માંગની ચિંતાને કારણે NYMEX ક્રૂડમાં ઘટાડો. US ઇન્વેન્ટરી 2.4 મિલિયન બેરલ ઘટીને 418.3 મિલિયન થઈ. ગેસોલિન, ડિસ્ટિલેટ ભંડારમાં ઘટાડો કર્યો. રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખવાથી USએ ભારત પર ટેરિફ વધારીને 50% કર્યો. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટેના USના પ્રયાસ કર્યો. OPEC+ એ ઉત્પાદન કાપની શ્રેણીને ઉલટાવી, બજારમાં 6 mbpd ઉમેર્યું. OPEC 7 સપ્ટેમ્બરે બેઠક કરશે અને વધુ એક વધારો મંજૂર કરશે.
તો નેચરલ ગેસમાં પણ સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકાથી વધારે ઘટીને 253ના સ્તરની નીચે જોવા મળ્યો.