શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 86.29 પ્રતિ ડૉલરની સામે 86.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો. જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 86.29 પ્રતિ ડૉલરની સામે 86.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો. જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતા ભાવ આશરે 1.5 ટકા વધતા દેખાયા, જ્યાં comex પર ભાવ 3390 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 99 હજાર 200ને પાર કામકાજ જોવા મળ્યું હતું. ટ્રેડ ટેરિફની અનિશ્ચિતતાના કારણે કિંમતોને સતત સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં પણ મજબૂતી સાથે પણ નાની રેન્જમાં કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં 11 લાખ 4 હજાર 587 રૂપિયાની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલની સારી ખરીદદારી બાદ આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, જ્યાં સૌથી વધારે વેચવાલી કોપર અને લેડમાં જોવા મળી. પણ વૈશ્વિક બજારમાં આજે નિકલના ભાવ 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા, બ્રેન્ટના ભાવ આશરે અડધા ટકાથી વધુ ઘટીને 68 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે nymex ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. EU અને US વચ્ચેની ટ્રેડ ટૉક ફોકસમાં રહેતા અને રશિયન એનર્જી એક્સપોર્ટ પર પ્રતિબંધની ગ્લોબલ સપ્લાઈ પર અસર ન થતા કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે.
સતત ત્રીજા દિવસે બ્રેન્ટની કિંમતો ઘટી. US ટ્રેડ ટૉક પર અનિશ્ચિતતાના કારણે ડિમાન્ડ ઘટી. EU-US ટ્રેડ ટૉક ફોકસમાં છે. રશિયાના એનર્જી એક્સપોર્ટ પર EU પ્રતિબંધોની વૈશ્વિક પુરવઠા પર અસર નહીં. ઈરાન આ અઠવાડિયે EU સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો મામુલી તેજી સાથે 285ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
પામ તેલની કિંમતોમાં ફરી ઉછાળો, ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ 4300 રિગિટને પાર પહોંચ્યા, સોયા ઓઈલની કિંમતો ઘટતા સપોર્ટ મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.