કોમોડિટી રિપોર્ટ: ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે બુલિયનમાં ઉતાર-ચઢાવ, આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ
કિંમતો વધીને આશરે 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. ઓછી સપ્લાઈના આઉટલૂકથી કિંમતોને સપોર્ટ. EU સંરક્ષણ માલનું ઉત્પાદન વધારશે. રશિયા પરના પ્રતિબંધોને કારણે યુરોપિયન ફેક્ટરીઓ માટે પુરવઠો મર્યાદિત છે. LME અને SHFE પર સંયુક્ત ઇન્વેન્ટરીમાં વાર્ષિક ધોરણે 60% ઘટાડો થશે.
આ સપ્તાહે US તરફથી ટેરિફને લઈ જાહેરાતો બાદ નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન વધતી દેખાઈ
આ સપ્તાહે US તરફથી ટેરિફને લઈ જાહેરાતો બાદ નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન વધતી દેખાઈ, જ્યાં ટ્રેડની અનિશ્ચિતતા ઓછી થતા સોનાની કિંમતો રેકોર્ડ સ્તરેથી ઘટતી જોવા મળી, પણ કોપર પર 1 ઓગસ્ટથી 50%ના ટેરિફ લાગશે, જે સમાચાર બાદ કોપરમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, આ સિવાય સપ્લાઈની ચિંતા ફરી એકવાર વધતા ક્રૂડની કિંમતોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા. હવે આમ વૈશ્વિક પરિબળોની અસર રહેતા કઈ કૉમોડિટીમાં કેવા ટ્રેડ લેવા જોઈએ અને શું આઉટલૂક બની રહ્યો છે તેની ચર્ચા કરીએ.
સોનામાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો 3300 ડૉલરના સ્તરની પાસે સ્થિર છે. આ વર્ષે વ્યાજ દરમાં કાપ થવાના ફેડ તરફથી સંકેતો છે. 19માંથી 10 એક્સપર્ટને વર્ષના અંત સુધી 2 વાર દરમાં કાપની આશા છે. એપ્રિલ 2025ના છેલ્લા સપ્તાહમાં કિંમતો ઓલ ટાઈમ હાઈ પર પહોંચતી જોઈ. ટ્રેડ અનિશ્ચિતતા ઓછી થતા સોનાની રેકોર્ડ તેજી પર બ્રેક લાગ્યો. મે મહિનામાં ગ્લોબલ ગોલ્ડ રિઝર્વ 20 ટન થયો. નેશનલ બેન્ક ઑફ પોલેન્ડ સોનું ખરીદવામાં મોખરે રહી. સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારી યથાવત્ રહેતા કિંમતોને સપોર્ટ મળ્યો.
ગોલ્ડ ETFમાં વધ્યો ભરોસો!
જૂનમાં ગોલ્ડ ETFમાં વધી ખરીદદારી. 5 મહિનાની ઉંચાઈ પર પહોંચ્યું રોકાણ. જૂનમાં ₹2080 કરોડનું રોકાણ થયું. મે મહિનામાં ₹292 કરોડનું રોકાણ થયું. માર્ચ અને એપ્રિલમાં થયું હતું રિડમ્પ્શન. સેફ હેવન માગ વધવાથી રોકાણ વધ્યું. સિલ્વર ETFમાં પણ ₹2000નું રોકાણ રહ્યું.
ચાંદીમાં કારોબાર
ડૉલરમાં નરમાશથી કિંમતોને સપોર્ટ મળ્યો. વૈશ્વિક બજારમાં ભાવ 14 વર્ષના ઉપલા સ્તરની પાસે જોયા. comex પર 37 ડૉલરની ઉપર નોંધાયો હતો કારોબાર. આ વર્ષમાં હાલ સુધી કિંમતો 20% જેટલી વધી. ઓછી સપ્લાઈની ચિંતા અને માગ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. 2025નું સતત પાંચમું વર્ષ ચાંદી માટે ડેફિસેટ વાળું રહ્યું. રેકોર્ડ સોલાર ઇન્સ્ટોલેશન તરફથી ઇન્ડસ્ટ્રીયલ માગમાં વધારો થયો. રશિયા ચાંદીનું ટોપ 10 પ્રોડ્યુસરમાંનો એક દેશ. સપ્લાઈ-ડિમાન્ડ વચ્ચે બેલેન્સ ન રહેતા ભાવ વધ્યા. સ્થાનિક બજારમાં સતત 1 લાખને પાર કારોબાર યથાવત્ રહ્યો.
કોપર પર ટ્રમ્પ ટેરિફ?
USએ કોપર પર 50% ટેરિફ લગાવ્યા. 1 ઓગસ્ટથી કોપર પર ટેરિફ લાગૂ થશે. ટ્રમ્પના નિવેદન બાદ વાયદામાં કોપર 17% વધ્યું. કોપરના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતા જોયા. અમેરિકાએ 2025 માં 810,000 ટન કોપર ખરીદ્યું. ચિલી, કેનેડા અને મેક્સિકો USને રિફાઇન્ડ કોપરના ટોચના સપ્લાયર્સ છે. 74% કોપર માત્ર 3 દેશોથી ઇમ્પોર્ટ કરે છે US.
કોપરમાં કારોબાર
US કોપર ફ્યૂચર્સમાં 10%નો વધારો નોંધાયો. સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા USએ ફેબ્રુઆરીમાં કોપર પર તપાસ શરૂ કરી હતી. અમેરિકા તેની જરૂરિયાતના લગભગ 50% કોપરની આયાત કરે છે. GSએ ચીનમાં 2025માં કોપરની માંગ 6% વધશે. પનામા ખાણમાં વિક્ષેપ, કોંગો અને ચિલીમાં દુષ્કાળની ચિંતાએ સપોર્ટ છે. ફેબ્રુઆરી બાદથી LME પર કોપરનો સ્ટોક 64% ઘટ્યો.
કોપર ટેરિફ પર મોર્ગન સ્ટેનલી
ટેરિફના નિર્ણયથી COMEX પર કિંમતો વધશે. સ્થાનિક ઇન્વેન્ટરી વધવાથી ટૂંકાગાળે અસર ઓછી થશે.
કોપરનો ઉપયોગ
સેમિકન્ડક્ટર, વિમાન, જહાજોમાં ઉપયોગ થાય છે. ડેટા સેન્ટર્સ, લિથિયમ-આયન બેટરી, રડાર સિસ્ટમ્સમાં ઉપયોગ થશે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ અને હાઇપરસોનિક શસ્ત્રો માટે પણ કોપર જરૂરી છે.
USની કોપર પર નિર્ભરતા
US તેની રિફાઇન્ડ કોપરની અડધી જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે.
એલ્યુમિનિયમમાં કારોબાર
કિંમતો વધીને આશરે 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. ઓછી સપ્લાઈના આઉટલૂકથી કિંમતોને સપોર્ટ. EU સંરક્ષણ માલનું ઉત્પાદન વધારશે. રશિયા પરના પ્રતિબંધોને કારણે યુરોપિયન ફેક્ટરીઓ માટે પુરવઠો મર્યાદિત છે. LME અને SHFE પર સંયુક્ત ઇન્વેન્ટરીમાં વાર્ષિક ધોરણે 60% ઘટાડો થશે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
2025માં હાલ સુધી કિંમતો આશરે 8 ટકા ઘટી. અમેરિકાના નવા ટેરિફથી આર્થિક વિકાસને નુકસાન થવાની આશંકા છે. 2026 થી 2029 માટે OPECએ ગ્લોબલ ઓઈલ ડિમાન્ડ અનુમાન ઘટાડ્યું. ચાઈના તરફથી નબળી માગના કારણે OPECએ અનુમાન ઘટાડ્યું. OPEC એ કહ્યું 2026 માં વૈશ્વિક ઓઈલ માગ સરેરાશ 106.3 mbpd રહેશે. OPEC+એ તેલ ઉત્પાદન વધારવાને આપી મંજૂરી. ઓગસ્ટ માટે તેલ ઉત્પાદન અનુમાનથી વધારે વધારવામાં આવ્યું. રોજના ઉત્પાદન 5.48 લાખ બેરલ વધારવાને મંજૂરી. 4.11 લાખ bpd ઉત્પાદન વધારવાનું અનુમાન હતું. 3 ઓગસ્ટએ સપ્ટેમ્બર માટે વધારાના ઉત્પાદન પર વિચાર કરશે. 3 ઓગસ્ટએ વધારાના 5.48 લાખ બેરલ/દિવસ વધારા પર વિચાર કરશે.