નાણાકીય વર્ષ 2025-26 માટે ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટી. CETA હેઠળ UKથી ઇમ્પોર્ટ થતી ચાંદી પર ડ્યૂટી ઘટી.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં ભારત અને UK વચ્ચે FTA જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે પોઝિટીવ રહેશે, તો ક્રૂડ ઓઈલમાં ટ્રેડ ટૉકની અનિશ્ચિતતાના કારણે ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર જોવા મળ્યો, આ બધાની વચ્ચે 1 ઓગસ્ટથી USના ટેરિફ લાગૂ થવા પહેલા વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સની ચમક વધતી જોવા મળી...હવે બજારની નજર ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પર રહેશે, આવામાં હવે નોન એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે.
સોનામાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. COMEX પર ભાવ $3,400/ozની પાસે પહોંચતા જોયા. નબળા ડૉલર અને ટ્રેઝરી યીલ્ડથી કિંમતોને સપોર્ટ મળ્યો. ટ્રેડ ટેરિફ પર અનિશ્ચિતતાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજ દર કાપની 60% શક્યતા. અમેરિકામાં ટેરિફની ડેડલાઈન નજીક આવતા માગ વધી. 1 ઓગસ્ટથી અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ લગાવશે. દુનિયાભરના સેન્ટ્રલ બેન્ક ગોલ્ડ ખરીદી રહ્યા છે.
જેમ્સ-જ્વેલરી સેક્ટરને FTAથી ફાયદો
ભારતનો UKમાં એક્સપોર્ટ $941 મિલિયન છે. 2-3 વર્ષમાં ભારતનો એક્સપોર્ટ બમણો થવાની અપેક્ષા છે. UKને એક્સપોર્ટ થતી જ્વેલરી પર ડ્યૂટી 2.5%થી ઘટાડી 0 કરી.
ચાંદી:UKથી ઇમ્પોર્ટ પર ડ્યૂટી ઘટી
નાણાકીય વર્ષ 2025-26 માટે ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટી. CETA હેઠળ UKથી ઇમ્પોર્ટ થતી ચાંદી પર ડ્યૂટી ઘટી. ડ્યુટી ઘટાડીને 5.4% કરવામાં આવી. ડ્યૂટીમાં દર વર્ષે 0.6%ના દરે વધુ ઘટાડો થશે. આવનાર 10 વર્ષમાં ડ્યૂટી 0 કરવામાં આવશે. હાલ UKથી ઇમ્પોર્ટ થતી ચાંદી પર 6% ડ્યૂટી લાગે છે.
સોના-ચાંદીમાં કારોબાર
COMEX પર ચાંદી 14 વર્ષના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. ભારતમાં ચાંદી ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી. ગોલ્ડ-સિલ્વર રેશિયો મુજબ સિલ્વરમાં હજી પણ રોકાણની તક મળી. 1 મહિનામાં સોનાએ 3 અને ચાંદીએ 9 ટકાના રિટર્ન આપ્યા. આ વર્ષે હાલ સુધી સોનામાં 32 અને ચાંદીમાં 36%ના વળતર જોયા.
ચાંદીને સપોર્ટ કરતા ફેક્ટર્સ
અનુમાનિત ગ્લોબલ ડિમાન્ડ 1.20 બિલિયન ઔંસ છે. અનુમાનિત ગ્લોબલ સપ્લાઈ 1.05 બિલિયન ઔંસ છે. સતત પાંચમાં વર્ષે ચાંદીમાં ડેફિસેટની પોઝિટીવ અસર કિંમતો પર છે. સતત પાંચમાં વર્ષે સપ્લાઈથી વધારે ડિમાન્ડ રહેશે.
સોનાની કિંમતો પર બ્રોકરેજનો મત
CIBC કેપિટલ માર્કેટ્સ: H2 2025માં ગોલ્ડ $3,600 પ્રતિ ઔંસ સુધી સંભવ છે. CITI એટલે કે 2025ના અંત સુધી ભાવ $3,000ની નીચે આવી શકે. JP મોર્ગને Q4 2025 સુધી $3,675/ઔંસનું અનુમાન રહેશે. BoA એ કહ્યું 2025માં $3,500 થી $3,800ની વચ્ચે રહી શકે છે. મોર્ગન સ્ટેનલીએ Q4માં $3,800 સુધી જવાની આશા છે. GOLDMAN SACHSનું કહેવુ છે કે 2025ના અંત સુધી $3,700 સુધી જઈ શકે. UBS એ 2025ના અંત સુધી $3,500 સુધી પહોંચવાનું અનુમાન છે.
બેઝ મેટલ્સમાં કારોબાર
ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી કિંમતોને સપોર્ટ મળ્યો. સપ્ટેમ્બરમાં ફેડ રેટ ઘટાડાની શક્યતા 60% છે. ચીનમાં વિશ્વના સૌથી મોટા હાઇડ્રો-પાવર ડેમનું બાંધકામ શરૂ કર્યુ. ડેમ પ્રોજેક્ટ માટે સ્ટીલ, અન્ય ધાતુઓની જરૂર પડવાની આશા છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
સતત ત્રીજા દિવસે બ્રેન્ટની કિંમતો ઘટી. US ટ્રેડ ટૉક પર અનિશ્ચિતતાના કારણે ડિમાન્ડ ઘટી. EU-US ટ્રેડ ટૉક ફોકસમાં છે. રશિયાના એનર્જી એક્સપોર્ટ પર EU પ્રતિબંધોની વૈશ્વિક પુરવઠા પર અસર નહીં. ઈરાન આ અઠવાડિયે EU સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરશે. જાપાન વેપાર કરારથી ગ્લોબલ ગ્રોથ આઉટલૂક સુધર્યું. APIએ US ક્રૂડની ઇન્વેન્ટરીમાં ઘટાડો નોંધાયો. US ક્રૂડની ઇન્વેન્ટરીમાં 577,000 બેરલનો ઘટાડો નોંધાયો. ગેસોલિનની ઇન્વેન્ટરીમાં પણ આવ્યો ઘટાડો.