Commodity Report: આ સપ્તાહે સોનામાં ઉપલા સ્તરેથી સામાન્ય દબાણ આવ્યું છે અને ભાવ કોમેક્સ પર 3400 ડોલરની નીચે આવ્યા છે.
Commodity Report: આ સપ્તાહે સોનામાં ઉપલા સ્તરેથી સામાન્ય દબાણ આવ્યું છે અને ભાવ કોમેક્સ પર 3400 ડોલરની નીચે આવ્યા છે. mcx પર પણ ભાવ 1 લાખની નજીક પહોંચ્યા હતા પરંતુ તેને પાર કરી શક્યા ન હતા. સોનાના ETFમાં આ હોલ્ડિંગ ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચ્યું છે. 2025માં તો સોનાએ ગોલ્ડન રિટર્ન આપ્યા છે પરંતુ શું અહીંથી પણ સારા રિટર્ન મળી શકે છે. આ સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે અંગે જાણીએ.
સોનાની કિંમત લાખ રૂપિયા થઈ ગઈ છે. તમે આને કેવી રીતે જુઓ છો અને અક્ષય તૃતીયા પર કેવા પ્રકારના વેચાણની અપેક્ષા છે. કેવા પ્રકારના વલણો ઉભરતા જોવા મળશે? લોકો અત્યારે સૌથી વધુ શું ખરીદી રહ્યા છે. સિક્કા, હલકા વજન શું ખરીદી રહ્યા છે.
ટ્રમ્પની ટેરિફ વૉર સોનાને સપોર્ટ કરે છે. US-ચાઈના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ગ્લોબલ મંદીની આશંકા છે. નબળો પડતો ડૉલર ઇન્ડેક્સ છે.
સોનામાં ઘટાડાના કારણો
ટ્રમ્પ અને સ્કૉટ બેસેન્ટના નિવેદન બાદ કિંમતો ઘટી. ટ્રમ્પે કહ્યું પૉવેલને તેમના પદ પરથી હટાવવાનો હેતું નથી. ચીન સાથે વિવાદ જલ્દી ઉકેલવાની આશા છે. ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી દબાણ છે.
સોનામાં રોકાણના વિકલ્પો
ગોલ્ડ બાર, સિક્કાઓ અને જ્વેલરી છે. ગોલ્ડ બોન્ડ, ETF અને ડિજિટલ ગોલ્ડ સારા વિકલ્પ છે.
ગોલ્ડે ઐતિહાસિક રીતે સારા રિટર્ન આપ્યા છે. ગોલ્ડના 5 વર્ષના CAGR 11-12% રહ્યાં છે. 2020માં કોવિડ દરમિયાન ગોલ્ડમાં મોટો ઉછાળો આવ્યો હતો. 2024-25માં વૈશ્વિક અનિશ્ચતતાથી ગોલ્ડમાં મોટી રેલી છે. ગોલ્ડ તમારા ઇમરજન્સી ફંડનો એક ભાગ હોઇ શકે. સોનામાં પોર્ટફોલિયોના 10% જેટલુ રોકાણ રાખો.