આ સપ્તાહ નાનું સપ્તાહ રહ્યું, પણ નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન રહી, જ્યાં ટ્રમ્પ ટેરિફની અસર અને ભૌગોલિક તણાવોના કારણે સોના-ચાંદી કે ક્રૂડ ઓઈલ બધામાં વોલેટાલિટી જોવા મળી હતી. આ બધાની વચ્ચે વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી, હવે આવી સ્થિતીમાં નોન એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને કઈ કૉમોડિટી પર ફોકસ કરવું.
સોનાના ઇમ્પોર્ટ પર નહીં લાગે ટેરિફ. ટ્રુથ સોશલ પર ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા છે. વ્હાઈટ હાઉસથી ઔપચારિક જાહેરાત નહીં.
વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરની ઉપર સ્થિર છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના કારણે સપોર્ટ મળ્યો. ચીને મે મહિનામાં 93 GW સોલાર પેનલ ક્ષમતા સ્થાપિત કરી.
આ સપ્તાહે કોપરની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. ગ્લોબલ ટ્રેડ વૉર સુધરવાની આશંકાએ કિંમતોને સપોર્ટ. US-ચીન વેપાર યુદ્ધવિરામ વધુ 90 દિવસ લંબાયો. જૂનમાં MoM ધોરણે ચાઈનાનું એલ્યુમિનિયમ ઉત્પાદન 3.2% વધ્યું. જાન્યુઆરી-જૂન દરમિયાન ચીનમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન 22.38 મિલિયન ટન રહ્યું.
આ સપ્તાહે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. 2 મહિનાના નીચલા સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ. US ઇન્વેન્ટરી 3 મિલિયન bblથી વધી. IEAએ 2025-26માં સરપ્લસની આગાહી કરી. જૂન 2026 સુધી US ઇન્વેન્ટરી 46 મહિનાના ઉપલા સ્તરે જોવા મળી શકે. US-રશિયા વચ્ચેની બેઠક પર બજારની નજર રહેશે.