નોન એગ્રી કૉમોડિટી સ્પેશલ: ટેરિફની ચિંતા વધતા બેઝ મેટલ્સ અને ક્રૂડ પર પણ અસર
ટ્રમ્પ ટેરિફથી વધી શકે છે ભારતનું ઝિંક એક્સપોર્ટ છે. ટેરિફના કારણે ચીનથી ઇમ્પોર્ટ મોંઘો થયો. ચીનથી ઇમ્પોર્ટ પર ઓપરેશનલ ખર્ચ પણ વધશે. કડક પર્યાવરણ નિયમોનો પણ ભારતને ફાયદો થશે.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, જ્યાં સૌથી વધારે સોનાએ લોકોનું ધ્યાન ખેચ્યું.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, જ્યાં સૌથી વધારે સોનાએ લોકોનું ધ્યાન ખેચ્યું. સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં સોનાની કિંમતો નવા રેકોર્ડ સ્તર પર પહોંચતી દેખાઈ, ટેરિફ વૉરના લીધે વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સેફ હેવન બાઈંગનો સપોર્ટ સોનાને મળ્યો, તો બીજી બાજૂ US-ચાઈના વચ્ચે ટ્રેડ વૉર વધવાના કારણે બેઝ મેટલ્સ અને ક્રૂડ ઓઈલમાં પણ અસર જોવા મળી હતી. હવે આવા માર્કેટમાં નોન એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને કેવા ટ્રેડ લેવા જોઈએ એ અંગે ચર્ચા કરીએ.
સોનામાં તેજીના કારણો
US-ચાઈના વચ્ચે વધતા તણાવથી સપોર્ટ મળ્યો છે. USએ ચીન પર ટેરિફ 145%થી વધારી 245% કર્યા. ટ્રમ્પએ બાકી દેશોન ટેરિફ પર 90 દિવસની રોક લગાવી. ટેરિફના કારણે USમાં મોંઘવારી વધવાની આશંકા છે. 2025માં ચાઈનાએ ગોલ્ડ ETFમાં રેકોર્ડ $1 બિલિયનની ખરીદી કરી. બજારને જૂનમાં USમાં દર ઘટવાની આશા છે. સેન્ટ્રલ બેન્કોની ખરીદદારીથી સપોર્ટ મળશે. ગ્લોબલ અનિશ્ચિતતાના કારણે ભાવ વધ્યા. ડૉલર ઇન્ડેક્સ 6 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો.
સોનાની ચમક રહેશે યથાવત?
સ્વિસ એશિયા કેપિટલને સોનાની તેજી યથાવત્ રહેવાની આશા છે. સ્વિસ એશિયા કેપિટલે 2028 સુધી $8000 સુધી કિંમતો પહોંચી શકે છે.
ટેરિફથી ભારતને ફાયદો?
ટ્રમ્પ ટેરિફથી વધી શકે છે ભારતનું ઝિંક એક્સપોર્ટ છે. ટેરિફના કારણે ચીનથી ઇમ્પોર્ટ મોંઘો થયો. ચીનથી ઇમ્પોર્ટ પર ઓપરેશનલ ખર્ચ પણ વધશે. કડક પર્યાવરણ નિયમોનો પણ ભારતને ફાયદો થશે. દુનિયાનો ચોથો મોટો ઉત્પાદક ભારત દેશ છે.
કઈ ઇન્ડસ્ટ્રીમાં ઝિંકનો ઉપયોગ?
સ્ટીલ, ઓટોમોબાઈલ, બેટરીમાં ઝિંક વપરાય છે.
ઘટશે ઉત્પાદન, વધશે માગ?
કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી ઝિંકનું ઉત્પાદન ઘટી શકે છે. કેનેડાની 1.25 ટન સુધી ઉત્પાદન ઘટાડવાની યોજના છે. ઓસ્ટ્રેલિયા ઉત્પાદનમાં 25% સુધી કાપ કરી શકે છે. 2025માં ઝિંકની માગ 2.5% વધવાની આશા છે.
ક્રૂડ ઓઈલમાં તેજી
કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. એક સપ્તાહમાં ભાવ 4.5% વધ્યા. ચાઈનાનો ક્રૂડ ઇમ્પોર્ટ માર્ચ મહિનામાં 5% વધ્યો. ચાઈના ઇરાન અને રશિયા પાસેથી ક્રૂડનું ઇમ્પોર્ટ કરે છે. મે મહિનામાં OPEC+એ 4,11,000 bpd ઓઈલ ઉમેર્યું. સાઉદી અરબનું આઉટપુટ 14 વર્ષમાં સૌથી ઓછુ રહ્યું.