સોનુ આ સપ્તાહ નાની રેન્જમાં રહ્યું, હવે જાન્યુઆરી માટે PCE ઇન્ડેકસના આંકડા સારા હવે usના મોંઘવારીના આંકડા પર નજર
આજે આપણે નોન એગ્રી કોમોડિટીની વાત કરીશું કારણ કે આ સપ્તાહ નોન એગ્રી કોમોડિટી માટે ઘણી બધી ઇવેન્ટસ અને ડેટાને કારણે ખાસ મહત્વનું હતુ, સોનામાં સુસ્તી રહી, ચાંદીમાં દબાણ તો ક્રૂડ વોલેટાઇલ રહ્યું, તો હવે નોન એગ્રી કોમોડિટી માટે આવનારૂ સપ્તાહ કેવુ રહી શકે તે જાણીશુ.
USમાં વ્યાજ દરો ક્યારે ઘટશે?
સુસાન કોલિન્સનું કહેવુ છે કે વર્ષના અંત સુધીમાં દરોમાં ઘટાડો થવાની ધારણા છે. વર્ષના અંત સુધીમાં મોંધવારી 2% સુધી પહોંચવાની અપેક્ષા છે. સુસાન કોલિન્સ બોસ્ટન ફેડ બેંકના પ્રમુખ છે. જ્હોન વિલિયમ્સે ફેડને હજી લાંબો રસ્તો કાપવાનો છે. જોન વિલિયમ્સ ન્યુયોર્ક ફેડના પ્રમુખ છે. મિશેલ બોમનનું કહેવુ છે કે વ્યાજદર ઘટાડવાની ઉતાવળમાં ફેડ છે. મોંઘવારી પર ફેડની નજર છે. દર નહીં ઘટે તો મોંઘવારીમાં ઘટાડો આવશે. અમેરિકન ફેડના ગવર્નર છે.
સોનુ આ સપ્તાહ નાની રેન્જમાં રહ્યું, હવે જાન્યુઆરી માટે PCE ઇન્ડેકસના આંકડા સારા હવે usના મોંઘવારીના આંકડા પર નજર
સોનામાં ઉતાર-ચઢાવ
ડૉલર ઈન્ડેક્સ 104ની આસપાસ છે. ફેડ અધિકારીઓના ભાષણની સોનાની કિંમતો પડી અસર. સોનામાં સેફ હેવન બાઈંગ પર લાગી રોક. બજારની નજર US મોંઘવારી આંકડા પર રહેશે. US મોંઘવારી આંકડા 12 માર્ચે આવશે. US કોર PCE કિંમતોમાં વધારો થયો. જાન્યુઆરી માટે PCE કિંમતમાં 0.4% વધી. ડૉલર ઇન્ડેક્સમાં દબાણને કારણે ભાવમાં વધારો થયો.
CPAIએ IFSCAને કરી અપીલ. ચાંદીના કોલિફાઈડ દાગીના માટે માગી મંજૂરી. IIBXના દાગીનાને મંજૂરી આપવાની અપીલ કરી. 10 કરોડ રૂપિયા નેટવર્થના વેપારીઓને પણ મંજૂરી મળવી જોઈએ. ઓછામાં ઓછા 25 કરોડની નેટવર્થ જરૂરી હોય છે. મંજૂરીથી બજારમાં વેપારીઓની હિસ્સેદારી વધશે. IFSCA એ ગિફ્ટ સિટીનું રેગ્યુલેટર છે.
ક્રૂડનો કારોબાર
યુએસ રેટ કટમાં વિલંબ થયો છે. માંગની ચિંતાએ દબાણ બન્યું હતું. ચીનમાં માંગની ચિંતાઓ યથાવત્ છે. જેપી મોર્ગને ફેબ્રુઆરીમાં વૈશ્વિક તેલની માંગ 1.7 mbpd વધી. લાલ સમુદ્રમાં તણાવ છે. રશિયાએ 1 માર્ચથી ગેસોલિનની નિકાસ પર 6 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો. માર્ચમાં OPEC+ની બેઠક ફોકસમાં છે.
મેટલ્સની ચાલ
કોપરની કિંમતો 3 સપ્તાહની ઉપરની સપાટી પર પહોંચી હતી. 2024માં ચીનની ઈન્વેન્ટરીમાં 500%નો વધારો. ચીનમાં મોનેટરી પોલિસી હળવી થવાની અને સ્ટીમ્યુલસની આશા છે. કોપરની એક્સપાયરી પહેલા વાયદામાં કિંમતો આવી તેજી છે. આ અઠવાડિયે ચાઈના નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠક છે. કોપરની કિંમતો $8800 સુધી 3 મહિનામાં પહોંચશે.