સોનામાં ગઈકાલનો ઉછાળો આજે પણ યથાવત્ છે. કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અસર આવી શકે છે અને તેના કારણે હવે સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે એવી આશા વધી રહી છે, જેના પગલે ફરી એકવાર ભાવ વધતા જોવા મળ્યા છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડવેલપમેન્ટનું અનુમાન છે કે આ વર્ષે વૈશ્વિક ગ્રોથ 2.4% રહેશે.
ચાંદીમાં ફરી એક વાર તેજી આવી છે. કોમેક્સ અને એમસીએક્સ પર તેજી છે. એમસીએક્સ પર ભાવ 45300ની ઉપર જોવા મળ્યા છે.
મેટલ્સમાં ફરી આજે તેજી સાથેનો મહોલ છે.. સ્ટિમ્યુલસની અપેક્ષાથી બેઝ મેટલ્સમાં આ ઉછાળો જોવા મળ્યો છે. સતત બીજા દિવસે આ તેજી જોવા મળી છે. ઈન્ડોનેશિયામાં કોરોનાના કેસ મળથા નિકલમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે LME પર ભાવ 3.5% જેટલા વધી ગયા હતા. તો કોપરમાં પણ બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ક્રૂડમાં બે ટકાની તેજી છે. ગઈકાલે આવેલા એકાએક 4 ટકાના ઉછાળા બાદ ફરી એકવાર બ્રેન્ટ 52 ડોલરની ઉપર પહોંચતું દેખાયું છે. ઉલ્લેખનીય છે કે રશિયા દ્વારા OPECના ઉત્પાદન કાપમાં સાથ આપવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે. આ સાથે જ OPEC દ્વારા ફેબ્રુઆરીમાં ક્રૂડન ઉત્પાદન દાયકાના નિમ્ન સ્તરે પહોંચી ગયું હતું. MCX પર ક્રૂડના ભાવ 3500ની નજીક પહોંચ્યા હતા.
નેચરલ ગેસમાં આજે તેજી છે.